વિટામિન કે થી ભરપૂર આ શાક ને ઓળખો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
શરીરને સ્વાસ્થ્યપ્રદ બનાવી રાખવા માટે કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન ,વિટામિન્સ તમામ યોગ્ય માત્રામાં લેવું ખૂબ જ જરૂરી છે. વિટામિનની વાત કરવામાં આવે તો એ બી અને સી તથા કે હોય છે એવામાં વિટામિન કે યોગ્ય રીતે ભોજનમાં લેવાથી શરીરમાં ઇમ્યૂનિટીને સ્ટ્રોંગ બને છે, સાથે જ બીમારીઓ સામે લડવામાં શક્તિ મળે છે. શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત રીતે થાય છે, એવામાં વિટામિન કેને ડાયટમાં અપનાવો ખૂબ જ જરૂરી છે ,તેનાથી શરીરમાં તંદુરસ્તી અને સ્ફૂર્તિનો સંચાર થાય છે તો ચાલો જાણીએ કયા શાકભાજી ખાવાથી ડેઈલી ડાયેટમાં સમાવેશ કરવાથી વિટામીન કે ની સાચી માત્રા મળી રહે છે. 

 

પાલક

 

પાલક વિટામિન કે નો મુખ્ય સ્ત્રોત છે તેના સિવાય વિટામિન એ ,કેલ્શિયમ, બીટા કેરોટીન પણ ભરપૂર માત્રામાં મળી આવે છે  એક કપ પાલક માં મળતા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં 1,027 માઇક્રોફોન પોષક તત્વો હોય છે.

 

કેળ

 

કેળ પાંદડાવાળી ચા કહેવાય છે ગોપીની જેમ દેખાતું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, તેના સેવનથી વિટામિનની કે ની કમીને પૂર્ણ કરી શકાય છે. તેને સફેદ સલાડના રૂપમાં પણ ખાઈ શકાય છે, એક કેળ ખાવાથી શરીરમાં 1,147 માઈક્રોગ્રામ વિટામિન કે મળે છે.

 

બ્રોકલી

 

લીલા શાકભાજીમાં પોષકતત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે એવામાં બ્રોકલીમાં આયર્ન, પ્રોટીન, લોહતત્વ અને વિટામિન્સ ઉપલબ્ધ હોય છે, બ્રોકલીનું શાક બનાવવાની સાથે સાથે સલાડના રીતે પણ ખાઈ શકાય છે એક કપ બ્રોકલીનું સેવન કરવાથી શરીરને 220 માઈક્રોગ્રામ વિટામિન કે મળી રહે છે.

 

ગાજર

 

ગાજર ખાવાથી શરીરમાં લોહીની ઉણપ નિવારી શકાય છે, તેમજ શરીરને બીમારીઓ સામે લડવાની શક્તિ મળી રહે છે, તેનું શાક બનાવી ને ઉડાડી ને કે પછી કાચું સલાડના રૂપમાં ખાઈ શકાય છે, શરીરમાં વિટામિનની કમી હોય ત્યારે ગાજર ડાયટના રૂપમાં આવવું જોઈએ તેનું નિયમિત સેવન કરવાથી વાગેલું હોય તો તેની લોહીનો પ્રવાહ પણ રોકી શકાય છે, અને ઘાવ જલ્દી થઈ જાય છે એક કપ ઉપાડેલા ગાજરમાં 10.7 માઈક્રોગ્રામ વિટામિન મળી આવે છે, આ સિવાય તેનો જ્યુસ કાઢી અને પીવાથી શરીરને તમામ પોષક તત્વો મળી રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS