વેકેશનમાં બાળકોને કરી દો ખુશ, ઘરે બનાવો વેજ ચીઝ બોલ્સ

  • April 01, 2020 01:07 PM 624 views

 

હવે બાળકોને વેકેશન પડી ગયું છે વળી લોકડાઉનના સમયમાં બધા જ ઘરમાં હોય છે તેના કારણે પરીવારના સભ્યોની નાસ્તાની ડિમાન્ડ પણ વધી જાય છે. રોજ રોજ તેમને શું નવું આપવું તે પણ એક પ્રશ્ન હોય છે. તો તમારા આ પ્રશ્નનો જવાબ છે વેજ ચીઝ બોલ્સ. આ વાનગી એવી છે જેમાં તમે બાળકોને તેમના ફેવરેટ ચીઝ સાથે વેજીટેબલ્સ પણ ખવડાવી શકો છો. તો ફટાફટ નોંધી લો આ બોલ્સ બનાવવાની રીત.

 

સામગ્રી
ખમણેલું ગાજર - 1 કપ
કેપ્સીકમ - અડધો કપ
ઝીણી સમારેલી કોબી - 1 કપ
ઝીણી સમારેલી ડુંગળી - અડધો કપ
ચીઝ ખમણેલું - 2 કપ
ઝીણા સમારેલા લીલા મરચાં- 2 ચમચી
નમક સ્વાદ અનુસાર
ચાટ મસાલો
બ્રેડની સ્લાઈસ 8 
તેલ તળવા માટે 
 

રીત

સૌથી પહેલા બધા જ વેજીટેબલ્સને મીક્સ કરી નમક ઉમેરી થોડીવાર સાઈડમાં રાખો. હવે જે પાણી નીકળે તેને દબાવીને કાઢી નાખો જેથી વેજિટેબલ્સ ડ્રાય થઈ જાય. હવે તેમાં ચીઝ ઉમેરી જરૂર જણાય તો નમક ઉમેરી મીક્સ કરો. આ મિશ્રણમાંથી બોલ્સ બનાવી લો. હવે બ્રેડની સ્લાઈસને થોડી ભીની કરી તેમાં આ બોલ્સ મુકી સારી રીતે રોલ કરો. હવે આ તમામ બોલ્સને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application