ઘરની અંદર ખોટી રીતે મૂકવામાં આવેલો ઈલેક્ટ્રોનિક સામાન બીમાર કરી શકે છે.

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

એવું માનવામાં આવે છે કે ઘરમાં વાસ્તુદોષની અસર તન-મન-ધન ત્રણેયને વેઠવી પડે છે વાસ્તુ શાસ્ત્રમાં એવી ઘણી બધી ટિપ્સ આપવામાં આવી છે કે જેના  ઉપયોગ કરી અને તમે ઘરમાં ખુશાલી બનાવી રાખો છો. દરેક ઘરમાં ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ હોય છે ત્યારે ટી.વી, ફ્રિજ અને એર કંડીશનર છે. તેવા ઉત્પાદનો ઘરમાં કઈ દિશામાં રાખવા તે અંગેના દિશા નિર્દેશ પણ વાસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે આવો જાણીએ ઘરમાં રાખવામાં આવેલ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ સાથે જોડાયેલા વાસ્તુ ટિપ્સ.


વાસ્તુ અનુસાર ઘરના ઇશાન કોણમાં ગુરૂ નું સ્થાન માનવામાં આવે છે, આ દિશામાં કોઈ પણ વીજળી થી સંબંધિત સામાન રાખવો એ હિતાવહ નથી, તેનાથી વડીલોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે એવામાં કોઇપણ રીતના ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ અને તમારા ઘરના ઇશાન કોણમાં રાખવો જોઈએ નહીં.

 

કેટલાક લોકો જૂના થઈ ગયેલા ઇલેક્ટ્રોનિક્સ પંખાને ફેકવાની બદલે રૂમના કોઈ ભાગમાં રાખી દે છે, જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે જેટલું જલ્દી બની શકે રીપેર કરાવી દો અથવા તો ફેંકી દો. સ્ટોર રૂમમાં પણ તમે થોડા સમય  માટે રાખી શકો છો, પરંતુ દિવાળી એ સાફ સફાઈ કરતી વખતે તેને ફેંકી દેવામાં જ તમારી ભલાઈ છે.

 

ઘણી વખત એક જગ્યા પર ટી.વી, લેપટોપ અને અન્ય વીજળીથી જોડાયેલી ચીજવસ્તુઓ પડી રહે છે. તેના વાયર અંદરોઅંદર ગૂંચવાયેલા હોય છે. આ પણ શુભ સંકેત માનવામાં આવતો નથી. આમ કરવાથી તેની અસર તમારા મન પર પડશે મને હંમેશા દ્વિધામાં જોવા મળશે, અને એવામાં તમારે આ વાયરને છૂટા પાડી અને વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS