એક સાંધો અને તેર તુટે તેવી સ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરશે આ વાસ્તુ Tips

  • September 14, 2020 12:12 PM 453 views

કોરોના કાળમાં જો તમારા જીવનમાં એક પછી એક એમ વિવિધ સમસ્યાઓ આવી રહી હોય તો હવે તેનું સમાધાન તમે લાવી શકશો. આ સમાધાન લાવવા માટે તમારે કેટલાક સરળ ઉપાયો કરવાના રહેશે.  આ ઉપાયોને અમલમાં મુકી અને તમે જીવનમાં સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે શું કરી શકાય ભાગ્યના બંધ દરવાજા ખોલવા અને સમસ્યાઓને દૂર કરવા માટે. 

 

– બેઠક રૂમના ઉત્તર-પૂર્વ ભાગમાં નાનું માછલી ઘર રાખવું, તેમાં સોનેરી માછલીઓ સાથે એક કાળી માછલી પણ રાખવી.  
– મુખ્ય દરવાજાની સામે ક્યારેય પણ ડાઈનિંગ ટેબલ ન રાખવું.
 

– ટોયલેટ-બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો. દરવાજો ખુલ્લો રાખવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે.
– સાફ-સફાઈમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ રસોડામાં ન રાખવી.

 

- ઘરના ખૂણાઓને અંધારા ન રાખવા. સંધ્યા સમયે ઘરના દરેક રૂમમાં લાઈટ ચાલુ કરવી..
– રૂમના ઉત્તર-પૂર્વ ખૂણાને ખુલ્લો રાખવો અને બેડ બીમ નીચે આવે તેવી રીતે ન ગોઠવવો.

 

– ઘરનો ઉત્તર-પૂર્વનો ભાગ એટલે કે ઈશાન ખૂણાને હંમેશા સાફ રાખવો.
– ઘરમાં મંદિરની આસપાસ બાથરૂમ ન હોવો જોઈએ.  

 

– ઘરના લિવિંગ રૂમમાં પરીવારના દરેક સભ્ય હોય તેવો ફોટો લગાવવો.
– ટેલીફોન દક્ષિણ-પૂર્વ દિશામાં જ રાખવો અથવા તેને ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવો.

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application