T20 સીરીઝ પહેલા ટીમ ઈંડિયાને મોટો ઝટકો, ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો આ બોલર

  • March 10, 2021 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈંગ્લેડ વિરુદ્ધ પાંચ મેચના ટી-20 મુકાબલા પહેલા ટીમ ઈંડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈંડિયના સ્પિનર વરુણ ચક્રવર્તી સતત બીજા ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો છે. તેના કારણે તે હવે આ સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. વરુણ ચક્રવર્તી ઉપરાંત ફાસ્ટ બોલર ટી નટરાજન પણ શરુઆતી મેચોમાં રમી શકશે કે નહીં તે શંકાસ્પદ છે. 

 

 

વરુણ ચક્રવર્તી સતત બીજા ફીટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યો છે. જ્યારે ટી નટરાજન નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહૈબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. વરુણ ચક્રવર્તીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની આ તક મળી હતી. આ પહેલા પણ તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટીમ ઈંડિયા સાથે ગયો હતો પરંતુ ઈજાના કારણે તે મેચમાંથી બહાર થઈ ગયો હતો. જ્યારે આ વખતે તે ફીટનેસ ટેસ્ટ પાસ કરી શક્યો નથી તેથી તે બહાર થઈ ગયો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021