ભાવનગર શહેરમાં વિવિધ વેપારી એસોસીએશનો શનિ-રવિ લોકડાઉન માટે તૈયાર

  • April 15, 2021 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેમ્બર દ્વારા યોજાયેલ મિટીંગમાં દાખવી તૈયારી: આજે કરાશે નિર્ણયભાવનગર શહેર સહિત સમગ્ર ગોહિલવાડમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે આ સંજોગોમાં સંક્રમણ અટકાવવું જરી છે. પરિસ્થિતિને પારખી જિલ્લાના વિવિધ તાલુકા મથકોને ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન શ થઈ ગયું છે. ભાવનગર જિલ્લાના તળાજા, પાલિતાણા, મહુવા જેવા તાલુકા મથકોએ પણ વેપારી મહાજન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. આ ઉપરાંત ભાવનગર મહાજન-ચેમ્બર ઓફ કોમર્સ પણ આ અંગે ગંભીર બની છે અને ગઈકાલે મિટીંગ કરી હતી. આજે નિર્ણય જાહેર થશે.

 


ભાવનગર શહેરમાં કોરોનાના વધતા જતા કેસોને અટકાવવા માટે શહેરના જુદા જુદા વેપારી એસોસિએશન દ્વારા આ શનિ અને રવિવાર, બન્ને દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખી વેપાર-ધંધાના કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના નેજા તળે બુધવારે જુદા જુદા 25 એસોસિએશનના પ્રતિનિધિઓની બેઠક મળી હતી અને આ અંગેનો આખરી નિર્ણય આજે મળનારી બેઠકમાં લેવાશે. આ એપ્રિલ માસના હવે પછીના બન્ને શનિ અને રવિવારે સ્વૈચ્છિક વેપાર-ધંધા બંધ રાખવાનું આજે જાહેર થાય તેની તૈયારી છે.

 


ભાવનગરમાં કોરોનાના કિસ્સા સતત વધી રહ્યા છે. એપ્રિલ મહિનાના દર શનિ-રવિ ભાવનગરની બજારો સ્વૈચ્છિક રીતે બંધ રહે તેના માટે આજે-ગુવારે મળનારી મીટિંગમાં નિર્ણય લેવામાં આવશે. સ્વૈચ્છિક બંધ એ સમયની જરીયાત છે તેમ  કિરીટભાઇ સોની, (પ્રમુખ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ)એ જણાવ્યું હતું.

 


દરમિયાનમાં એકબીજાના સંપર્કમાં લોકો ન આવે તેવા હેતુથી શનિ-રવિ. દરમિયાન ચેમ્બરની સુચના મુજબ ભાવનગર ચોક્સી મંડળ બંધ પાળશે તો વોરાબજાર ક્લોથ મરચન્ટ એસો. પણ શનિ-રવિ સ્વૈચ્છિક બંધ પાળવાના આહ્વાનમાં જોડાશે. આ ઉપરાંત  ઉંડી વખાર વેપારી એસોસિએશન પણ બંધમાં જોડાવા તૈયાર છે અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અમારા એસો. દ્વારા ચેમ્બરની સુચના મુજબ સ્વયંભૂ રીતે શનિ-રવિ બંધ પાળવામાં આવશે તેમ ભાવનગર ફર્નિચર એસોસિએશનના પ્રમુખ  રાકેશભાઇ પોંદાએ જણાવ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS