દિનદયાલ પોર્ટ ટ્રસ્ટમા વિવિધ રોકાણકારોએ પહેલ કરી

  • February 24, 2021 11:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રથમ તબક્કામાં સાત હજાર કરોડના એમઓયુ પર વિધિવત કરાર થયા : કુલ ૭૭ હજાર કરોડના રોકાણની આશા

દેશના મહાબંદરો પર વિવિધ ઉધોગોની સ્થાપના અને દરિયાઈ ક્ષેત્રે વિકાસ થાય તે માટે પોર્ટ દ્રારા રોકાણકારોને આકર્ષવા માટે સમિટનું આયોજન કયુ છે આ સમિટના પારભં પહેલા દિનદયાલ પોર્ટ પ્રશાસન કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૭૬૬૮ કરોડના ૧૦ એમઓયુ થયા હતા અને રોકાણકારો સાથે કરાર કરી સહી સિક્કા કરવામાં આવ્યા હતા યારે આગામી દિવસોમાં ૭૭ હજાર કરોડનું રોકાણ થાય તેવો આશાવાદ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ એ વ્યકત કર્યેા હતો


આ કાર્યક્રમને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ સંજય મહેતાએ ઐતિહાસિક અને પોર્ટ સેકટર ઉપરાંત કચ્છ માટે નવા વિકાસના દ્રાર ખુલી રહૃાા હોવાનું ગણાવી મહાબંદરના વિકાસની ઉવળ તક ઊભી થઈ છે જેમા રોકાણકારોમાં પણ બહોળો પ્રતિસાદ મળી રહૃાો છે


આગામી ૨ માર્ચથી ૪ માર્ચ દરમિયાન મેરીટાઈમ ઇન્ડિયા સમીટ ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે આ સમીટમાં વિશ્ર્વના ૨૦ દેશો સહભાગી થવાના છે અને આ સમીટમાં મોટા પ્રમાણમાં રોકાણકારો દ્રારા દરેક ક્ષેત્રે મોટું રોકાણ કરવામાં આવશે તેવી આશા વ્યકત કરી આશરે ૭૭હજાર કરોડનું રોકાણ આ સમિટ થકી થવા જઈ રહૃાું હોવાનો પણ તેમણે આશાવાદ વ્યકત કર્યેા હતો


ગાંધીધામ સ્થિત દીનદયાળ પોર્ટ પ્રશાસન કચેરીમાં યોજાયેલા કાર્યક્રમમાં ૭૬૬૮ કરોડના ૧૦ એમઓયુ પર હસ્તાક્ષર કરાવ્યા હતા જેમાં એલપીજી, ઇફકો, ઈમામી એગ્રોટેક, કંડલા ગોરખપુર એલપીજી લાઈન, ફર્નિચર પાર્ક જેવા વિવિધ કામો માટે ના વિવિધ કંપનીઓને સંસ્થાઓ સાથે કરાર કરવામાં આવ્યા હતા અને ટૂંક સમયમાં જ આ કામગીરી શરૂ થશે તેવો આશાવાદ વ્યકત કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application