રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૪મી પુણ્યતિથિએ જન્મભૂમિ ચોટીલા ખાતે વિવિધ સ્મરણાંજલિ કાર્યક્રમો યોજાયા

  • March 11, 2021 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ગુજરાત રાજ્યના પૂર્વ નાણા મંત્રી બાબુભાઈ મેઘજી શાહ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા (આઈપીએસ), નાયબ પોલીસ અધિક્ષક (લીંબડી) ચેતન મુંધવા, ચોટીલા પીઆઈ એસ.એસ. વરૂ, પીએસઆઈ એમ.કે. ગોસાઈ, ઐતિહાસિક અમદાવાદ-સાબરમતી જેલના નિવૃત્ત નાયબ અધિક્ષક પી.બી. સાપરા, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના જગદીશગિરીબાપુ ગોસાઈ (ડુંગર પરિવાર), કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા અને ઘર્મેન્દ્રસિંહ વાઘેલા, ગુજરાત રાજ્યના ગ્રંથાલય વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક (રાજકોટ) જે. જે. ગોસ્વામી, ઈન્ચાર્જ મદદનીશ ગ્રંથાલય નિયામક (ભાવનગર) લલિતભાઈ મોઢ, ચોટીલા મદદનીશ ગ્રંથપાલ વિમલભાઈ ગોસ્વામી અને અનિશભાઈ લાલાણી, કાઠી સમાજના આગેવાનો મેરૂભાઈ ખાચર, ભૂપતભાઈ ખાચર, પ્રદીપભાઈ ખાચર, સામતભાઈ જેબલીયા અને વાઘુભાઈ ખવડ, શિક્ષણ જગતમાંથી ડો. સી. બી. બલાસ (ચોટીલા સરકારી આર્ટસ કોલેજના આચાર્ય), એચ. કે. દવે, હર્ષદબા જાડેજા, કિરતારસિંહ પરમાર, ઉગ્રસેનસિંહ ગોહિલ અને ભરતસિંહ ડાભી, પરિમલભાઈ-ભરતભાઈ કારાણી (દુબઈ), ચિમનભાઈ-આસિતભાઈ-દીનાબેન મહેતા (મુંબઈ), શિરિષભાઈ-તૃપ્તિબેન શુક્લ અને ભરતસિંહ ચુડાસમા (સુરેન્દ્રનગર), નેશનલ યુથ પ્રોજેકટ (રાજકોટ)ના રાજેશભાઈ ભાતેલીયા, રમેશભાઈ બદ્રેશિયા, ડો. ગોધાણી, વિનયભાઈ ચાવડા, મનહરેશ્વર મહાદેવ મંદિરના પૂજારી વિનોદગિરી ગોસાઈ, જૈન અગ્રણીઓ કીર્તિભાઈ શાહ, દિનેશભાઈ અજમેરા અને પ્રિતેશભાઈ ખંધાર, મુકુંદભાઈ પંડ્યા, મિહિરસિંહ રાઠોડ, પિયૂષભાઈ વ્યાસ, વાલજીભાઈ પિત્રોડાની વિશેષ ઉપસ્થિતિ રહી. 
વિશ્વભરમાં વસતાં ૧૫ લાખથી વધુ ભાવિકોએ મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરા)નું ઈન્ટરનેટ ૂૂૂ.યયદયક્ષતિં.દિં/ળયલવફક્ષશ પર જીવંત પ્રસારણ માણ્યું. ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, નીલેશ પંડ્યા અને રાધાબેન વ્યાસએ ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવીને સ્વરાંજલિ અર્પણ કરી હતી. સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર-હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયા પોતાની આગવી શૈલીમાં ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરી હતી.

જાણીતા સંગીતકાર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટનું સુરીલું સંગીત નિયોજન હતું. અભેસિંહ રાઠોડના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે પણ કસુંબીના રંગમાં સાથ પૂરાવ્યો હતો. વાદ્ય-વૃંદ હિતેશ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), કુલદીપ વાઘેલા (મંજીરા)એ બખુબી સાથ આપ્યો હતો. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS