BREAKING NEWS

દ્વારકામાં જિલ્લા-તાલુકા પંચાયત, પાલિકાની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ

  • April 06, 2026 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્વારકામાં જિલ્લા-તાલુકા પંચાયત, પાલિકાની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ

ચૂંટણી પ્રચાર માટેના વાહનો રજિસ્ટર કરાવવા ફરજિયાત


દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી અંતર્ગત તા. ૨૬ એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. 
જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના એકમ હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી સબંધિત મતદાર વિભાગમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ હેતુ માટે તેઓ દ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજા કોઇ વ્યક્તિ, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તથા ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજી શકાય તે હેતુથી, ઉમેદવારોના એકબીજા જૂથો વચ્ચે મનદુ:ખ થાય વિગેરે સંભાવનાઓ વચ્ચે ચૂંટણી સરળ સંચાલનના હેતુથી અહીંના અધિક જિલ્લા મેજિસ્ ટ્રેટીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.

જેમાં આ સમગ્ર વિસ્તારમાં કોઇપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણીના ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઇપણ વ્યક્તિ દ્વારા કોઇપણ ઉમેદવારના કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સબંધિત મતદાર વિભાગમાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સબંધિત મતદાર વિભાગના સબંધિત ચૂંટણી અધિકારી પાસે રજિસ્ટર્ડ કરાવવાના રહેશે. આ વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડ સ્ક્રિન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઇથી દેખાઇ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. 

આ પરમીટમાં વાહન મતદાર વિભાગના કયા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. તથા વપરાશમાં લેવાયલા વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. સબંધિત ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજિસ્ટર કરાવ્યા સિવાય કોઇપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહિ. આ નિયંત્રણો યાંત્રિક શકિતથી કે અન્ય કોઇપણ રીતે ચાલતા વાહનોને લાગુ પડશે. આ હુકમ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News