દશાશ્વમેઘ ઘાટ પર 501 દિવડાથી નમન લખી અને જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

લદાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસામાં શહીદ થયેલા જવાનોને વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર માં ગંગાની સાંકેતિક આરતી પહેલા 501 દીપ પ્રચલિત કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

 

દશાશ્વમેઘ ઘાટ પર 501 દીપ દ્વારા વીર જવાનોને શત શત નમન લખી અને બે મિનિટ માટેનું મૌન પાડી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 

 

કોરોના અને લોકડાઉનના કારણે છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી ગંગા આરતીનું સ્વરૂપ જાહેર નહિ રહેતા સાંકેતિક થઈ ગયું છે. ગંગાઆરતીને રોજ સાંજે દર્શકોના હિતમાં પ્રકાશિત કરી અને પરંપરાને આગળ વધારવામાં આવી રહી છે.


બુધવારે દરેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે કોરોનાવાયરસ પર ચર્ચા કરતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ ચીન સીમા પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે હું દેશ ને એ ભરોસો અપાવું છું કે જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સૈનિક મારતા મારતા મર્યા છે. વારાણસી એ પ્રધાનમંત્રી મોદીનું સંસદીય ક્ષેત્ર છે.

 

15 જૂનની રાત્રે લદાખની ગલવાન ઘાટીમાં LAC પર ચીન અને ભારતની સેના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ હિંસામાં ભારતના જવાનો શહીદ થયા હતા. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ચીનના પણ 40 જેટલા જવાનો ઘવાયા હતા. પરંતુ તેનો અધિકૃત આંકડો હજી સુધી સામે આવ્યો નથી.

 

ચીને ભારત પર કાર્યવાહીનો આક્ષેપ કર્યો છે જ્યારે ભારતે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આ ઘટના ચીનની ખોટી હિમાકતનો પ્રત્યુતર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS