BREAKING NEWS

જામનગર: ગીર પંથકમાં સિંહોમાં ફેલાતો બેબીસીયા વાઇરસને નાથવા વનતારાની ટીમ પહોંચી

  • May 30, 2026 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ગીર પંથકમાં સિંહોમાં ફેલાતો બેબીસીયા વાઇરસને નાથવા વનતારાની ટીમ પહોંચી
 
જસાધારમાં ૨૨ સિંહના શરીર ઉપર દવાનો છંટકાવ: તમામ સિંહને આઇસોલેટ કરાયા 

ઉના અને ગીર ગઢડા પંથકમાં સાવજોમાં બેબીસીયાનો રોગચાળો ફેલાયાના પગલે વન વિભાગ દ્વારા વિસ્તારના સિંહોને પકડીને જુદા-જુદા અનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે રખાયા છે જે પૈકી ૨૨ સિંહોને જસાધારના એનિમલ કેર સેન્ટરમાં રખાયા છે. જયાં તેમની તબીયત પર હાલમાં નજર રખાઇ રહી છે બીજી તરફ જામનગરથી વનતારાના ડોકટરની ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી છે. 

જસાધાર એનિમલ કેર સેન્ટરમાં જે સિંહોને આઇસોલેટ રાખવામાં આવ્યા છે તે સિંહોના શીર પર ઇંતરડી નાસક દવાનું છંટકાવ કરી ઇતરડીનો નાસ કરવામાં આવી રહ્યો છે. આવી જ રીતે સાવજોને સી ડીવીની વેકસીન પણ આપવામાં આવી રહી છે. ૪૮ કલાક પહેલા અહિં એક સાવજનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ ત્યારબાદ બાકીના તમામ સાવજો તંદુરસ્ત હોવાનું તંત્ર દાવો કરી રહી છે. બીજી તરફ સિંહોના આ રોગચાળાને નાથવા જે રીતે આરએફઓ, ફોરેસ્ટ ઓફિસરો, ટ્રેકર તેમજ પશુ ડોકટરોના વધારાનો સ્ટાફ આ વિસ્તારમાં મુકવામાં આવ્યો છે. 

એવી જ રીતે હવે વનતારાના પશુ ડોકટરોની ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી છે. સાંજના સમયે આ ટીમ ગીર પશ્ર્ચિમના જામવાડા પંથકમાં પહોંચી હોવાનું જાણવા મળ્યુ છે હાલમાં તમામ સિંહોને આઇસોલેટ કરાયા છે તેને કયારે મુકત કરવામાં આવશે તે હજી સુધી નકકી નથી તેમજ આ બચાવ કામગીરી પર ગાંધીનગરથી પણ નજર રખાઇ રહી છે. અને જુનાગઢના સીએફ રામરતન નાલાને જસાધારમાં રાખવામાં આવ્યા છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application