ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજના પત્ની વંદનાબેન પણ કોરોના સંક્રમિત

  • March 26, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોનાથી ચિંતા: તમામની તબિયત સારી



ભાજપના પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ ના પુત્ર નિયત અને અભયભાઈ ભારદ્વાજની પુત્રી અમૃતા કોરોના પોઝિટિવ થયા બાદ નીતિનભાઈ ભારદ્વાજ ના પત્ની વંદનાબેન પણ કોરોના સંક્રમિત હોવાનો રિપોર્ટ આવતા ભારદ્વાજ પરિવાર માં અને તેમના શુભેચ્છકો માં ચિંતાની લાગણી ફેલાવા પામી છે.

 


નીતિનભાઈ ભારદ્વાજના પુત્ર નિયંત અને અભયભાઈ ભારદ્વાજ ની પુત્રી અમૃતાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ નીતિનભાઈ અને તેના પત્ની વંદનાબેને પણ કોરોના ટેસ્ટિંગ કરાવ્યું હતું નીતિનભાઈ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેના પત્ની વંદનાબેન નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 


આજકાલ સાથેની વાતચીતમાં નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે હું અને મારો પુત્ર મનન ફ્લેટમાં અલગ રહીએ છીએ. નિયત, અમૃતા અને વંદના અલગ અલગ રૂમમાં હોમ કોરનટાઈન થયા છે તમામની તબિયત સારી છે ચિંતાનું કોઈ કારણ નથી.


અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજ્ય સભાના સભ્યો અને જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ કોરોના સંક્રમિત થયા હતા લાંબો સમય સુધી તેમની સારવાર ચાલી હતી અને ચેન્નઈ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું દુ:ખદ અવસાન થયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS