મનપામાં વેલેન્ટાઇન્સ ડેની જાહેર રજા !?

  • February 14, 2020 04:32 PM 12 views

રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય વહીવટી કચેરી એવી સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે જાણે વેલેન્ટાઇન્સ ડે ની રજા જાહેર કરવામાં આવી હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા. શાસક પાંખ અને વહીવટી પાંખની લોબી સંપૂર્ણપણે ખાલીખમ જોવા મળી હતી શાખા કચેરીઓમાં પણ આંગળીના વેઢે ગણી શકાય તેટલા કર્મચારીઓ જ જોવા મળ્યા હતા.


તિરંગા યાત્રામાં જોડાયેલા કર્મચારીઓ આજે થાક ઉતારવા માટે રજા પર ઉતર્યા હતા તો બીજી બાજુ મ્યુનિસિપલ કમિશનર આજે કાનૂની કામે કોર્ટમાં ગયા હોય ગુરુ ગયા ગોકુળ અને ચેલાને થઈ મોકળ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કચેરીમાં નીરવ શાંતિ જોવા મળતા અને કર્મચારીઓએ આજે કચેરીમાં જ ઉંઘનો આનંદ પણ માણ્યો હતો!