વૈશાખ સુદ ત્રીજ એટલે: અખાત્રીજ, પવનની દિશા પરથી ચોમાસાની આગાહી તેમજ વર્ષફળના સંકેતો
ખેડૂતો આજના શુભમુહૂર્તમાં હલોતરા કરવાની વિધિ , હળ પુજન, બળદ શણગાર, ભૂમિ પૂજન વગેરે શુભકાર્ય કરે છે
અક્ષય તૃતીયા એટલે વૈશાખ સુદ ત્રીજનો દિવસ જેને અખાત્રીજ પણ કહેવામાં આવે છે, આ દિવસનું મહત્વ પવનની દિશા પરથી ચોમાસાની આગાહી કરવાનું તેમજ વર્ષ ફળ અને ભૌગોલિક સમૃદ્ધિના સંકેતો જણાવવાનું છે એક પૌરાણિક કથા અનુસાર આજના દિવસે પિતૃ તર્પણ કરીને પ્રિય વંદ નામનો નિર્ધન વાણિયો બીજા જન્મમાં ધનાઢય ક્ષત્રિય થયો હતો. તેણે ઘણા યજ્ઞો કર્યા છતાં તેનું દાન ખૂટ્યું ન હતું આમ આજે સ્નાન દાન અને પિતૃ તરફ પણ કરવાથી મહાન પુણ્ય મળે છે એવી અખાત્રીજની ધર્મભાવના જોડાયેલી છે.
આજના દિવસે કરેલા કર્મોનું ફળ કે પુણ્ય નાશ પામતા નથી તે અક્ષય કાળ ટકે છે તેથી લોકો આ પર્વને અક્ષય તૃતીયા કહે છે અક્ષય તૃતીયા ને દિવસે સત્ય યુગનો આરંભ થયો હોવાનું મનાય છે આથી આ પર્વની ઉજવણીમાં કુંભ દાન થાય છે કુવા, વાવ, તળાવ, ઘરના વાસ્તુપૂજન કરવાની પરંપરા છે ખેડૂતો આજના શુભ મુહૂર્તમાં હલોતરા કરવાની વિધિ , હળ પુજન, બળદ શણગાર, ભૂમિ પૂજન વગેરે કરે છે જમણમાં કંસાર જમે છે ખેડૂતો બ્રાહ્મણને ભ્રમ ભોજન કરાવે છે દરિયો ખેડૂત ખેડીને દરિયા કિનારે સમુદ્રનું અને વરૂણદેવનું પૂજન કરે છે.
જેનો આ દિવસે દયુરસ (શેરડીનો રસ) વડે વરસી તપના પારણા કરે છે, ઉત્તર ગુજરાતના અણહિલ પુર પાટણની રચના એટલે કે સ્થાપના અખાત્રીજે વનરાજ ચાવડાએ કરી હતી. આમ સાંસ્કૃતિક નગરી પાટણની સ્થાપના દિન તરીકે અખાત્રીજને પણ ઉજવવામાં આવે છે. તેમ ભાણવડની સરકારી વિનિયન કોલેજનાં ડો. માયા પ્રવિણચંદ્ર જોષી મહેતાની યાદીમાં જણાવ્યું છે.