વડવાની મહિલાનો રીપોર્ટ પણ પોઝીટીવ આવતાં ભાવનગરમાં આંકડો ઉંચકાયો

  • April 07, 2020 04:11 PM 233 views

ભાવનગર શહેર જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો આકં ૧૪ પર પહોંચી ગયો છે. ગઈ રાત્રે વધુ એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ વધ્યો છે. કોરોનાગ્રસ્ત થનાર મહિલાના સસરા અગાઉ કોરોનાની લપેટમાં આવી ચુકયા છે અને હવે ૨૯ વર્ષીય પરીણીતાને ચેપ લાગ્યો છે. આથી સરકારી કોરન્ટાઈનમાં રહેલ મહિલાને રાત્રે સર ટી હોસ્પિટલના આઇશોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ.
કોરોના વાઈરસ સંબધિત નમૂના લેવાનો લયાંક રવિવારથી વધારવામાં આવ્યો છે, ત્યારે  સોમવારે ૫૯ નમૂના નેગેટિવ આવ્યા છે, પરંતુ વધુ એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે  મહિલાના સસરા ઉસ્માનભાઈ અગાઉ કોરોનાથી મૃત્યુ પામેલા વૃદ્ધ કરીમભાઈના સંપર્કમાં આવ્યા હતા.


ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવમાં એક વૃદ્ધનું મૃત્યુ સહિત ૧૨ કેસ પોઝિટીવ નોંધાયા હતો, જેમાં વધુ એક ઉમેરો થયો છે, સોમવારે લેબમાં પરિક્ષણ માટે મોકલેલા નમૂનાઓ પૈકી ૫૯ નમૂના નેગેટિવ આવ્યા હતા, પરંતુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો.


સોમવારે મોડી રાત્રે જિલ્લા વિકાસ અધિકારી વરૃણકુમાર બરનવાલએ વિગતો જાહેર કરી જણાવ્યું હતુ કે, ભાવનગરના વડવા સીદીવાડમાં રહેતા સબાનાબેન અસરફભાઈ મુલતાણી (ઉ.વ.૨૯)નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અગાઉ આ મહિલાના સસરા ઉસ્માનભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તા. ૨૬ માર્ચે મૃત્યુ પામેલા કરીમભાઈ શેખના સંપર્કમાં ઉસ્માનભાઈ આવ્યા હતા. આમ, લોકલ ટ્રાન્સમીશનના લીધે પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં એક મૃત્યુ સહિત કુલ ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. યારે જિલ્લામાં ૧ કેસ નોંધાતા તેનું મૃત્યુ થયું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application