વડોદરામાં તસ્કરોનો તરખાટ

  • February 11, 2020 02:45 PM 10 views

વડોદરામાં તસ્કરોનો તરખાટ, રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી

વડોદરા શહેરના સુસેન તરસાલી રોડ નજીકની સોસાયટીમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગે ગરબા માણવા ગામમાં ગયા હતા. દરમિયાનમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી હતી.

વડોદરા શહેરના સુશેન તરસાલી રોડ નજીકની વ્રજધામ સોસાયટીમાં મયુરભાઈ પટેલ રહે છે.જેમનનજ સુશેન તરસાલી રોડ નજીક ફ્ટવેરની દુકાન આવેલી છે.પત્ની સાથે રહેતા મયુરભાઈ મૂળ ઈંટોલાના વતની છે. અને ઈંટોલાના મકાનની બાજુમાં રહેતા પાડોશીને ત્યાં લગ્ન પ્રસંગ હોય રવિવારે મયુરભાઈ પત્ની સાથે લગ્ન પ્રસંગે યોજાયેલ ગરબા માણવા ગયા હતા. જ્યાંથી સોમવારે સવારે ઘરે પરત ફરતાં મકાનના દરવાજાનો નકુચો તૂટેલો જણાઈ આવ્યો હતો.જેને લઈ મયુર ભાઈને ઘરમાં ચોરી થયાની આશંકા થઈ હતી.ઘરમાં જઈ તપાસ કરતાં ઘરના કબાટમાં મુકેલ ચીજ વસ્તુઓ વેરવિખેર હાલતમાં જણાઈ આવી હતી.તેમજ સોનાના દાગીના અને રોકડની ચોરી થયાનું જણાઈ આવ્યું હતું.જેની જાણ મકરપુરા પોલીસને કરતા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને મકાનમાં તપાસ કરી ચોરીની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.મયુરભાઈ જે સોસાયટીમાં રહે છે.તે સોસાયટીમાં તસ્કરોએ અન્ય એક મકાનના પણ તાળા તોડયા હતા.આ બનાવ અંગે પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા ચક્રોગતિમાન કર્યા છે.