વડોદરામાં નહીં નીકળે રથયાત્રા

  • June 22, 2020 10:30 AM 3667 views

 

ગુજરાત હાઇકોર્ટે અમદાવાદમાં રથયાત્રા પર રોક લગાવી છે, ત્યારે વડોદરામાં પણ ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા નહીં કાઢવાનો નિર્ણય કરાયો છે. છેલ્લા 38 વર્ષમાં પહેલીવાર રથયાત્રા નીકળશે નહીં.

 

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિર દ્વારા છેલ્લા 38 વર્ષથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસની મહામારીના પગલે સુપ્રીમ કોર્ટે રથયાત્રા કાઢવા ઉપર પ્રતિબંધ મુકતા વડોદરા ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રા ન કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application