વડોદરાના પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટની ગાંધીનગર ખાતે બદલી, વડોદરાના નવા કમિશનર બન્યા ડો શમશેર સિંઘ

  • January 01, 2021 07:34 PM 2568 views

આજે રાજ્યના આઈપીએસ કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરાના પોલીસ કમિશ્નરની પણ બદલીના આદેશ આપવામાં આવ્યા છે. વડોદરાના નવા પોલીસ કમિશ્નર તરીકે ડો શમશેર સિંઘ ચાર્જ સંભાળશે. તેઓ ગાંધીનગર ખાતે ટેકનીકલ સર્વિસીસ એન્ડ S.C.R.B. વિભાગના એડીજી તરીકે ફરજ બજાવતા હતા. 
 

ઓગસ્ટ 2020માં જ વડોદરાના પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત થયેલા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટની ફરી એકવાર બદલી થઈ છે. હવે તેમને પોલીસ ઈન્ક્વારી વિભાગના એડીજી તરીકે ગાંધીનગર ખાતે બદલી આપવામાં આવી છે. આ સાથે તેઓ માનવ અધિકાર વિભાગનો વધારાનો ચાર્જ પણ સંભાળશે. 

 

ગાંધીનગર ખાતેથી એડિશન ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ( ઈન્ક્વાયરી ) વિભાગના બ્રજેશ કુમાર ઝાનો ચાર્જ તેમને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેઓ માનવ અધિકાર વિભાગના એડીજી તરીકે વધારાનો ચાર્જ સંભાળશે. 


વડોદરાના પોલીસ કમિશ્નર તરીકે ડો શમશેર સિંહ રાજેન્દ્ર બ્રહ્મભટ્ટની ગાંધીનગર ખાતે બદલી : પોલીસ ઈન્ક્વારી વિભાગના એડીજી તરીકે ગાંધીનગર ખાતે બદલી, માનવ અધિકાર વિભાગનો વધારાનો ચાર્જ પણ સંભાળશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application