વડોદરામાં મેરેજ સર્ટીફિકેટ કઢાવવા 4 હજારની લાંચ માંગી

  • March 18, 2020 03:45 PM 568 views

વડોદરામાં મેરેજ સર્ટીફિકેટ કઢાવવા ૪ હજારની લાંચ માંગી

વડોદરામાં મેરેજ સર્ટીફિકેટ આપવા માટે શિનોર તાલુકાના સાધલી ગ્રામ પંચાયતના તલાટીને રૂપિયા 4 હજારની લાંચ લેતા વડોદરા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો

વડોદરાના શિનોર તાલુકાની એક વ્યક્તિએ પોતાના લગ્નનું સર્ટિફિકેટ મેળવવાનું હોવાથી સાધલી ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી. દરમિયાન ગ્રામ પંચાયતના તલાટી પાર્થ લક્ષ્મણ ઝાલા દ્વારા મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવા માટે રૂા.4 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરા નર્મદા ભવન ખાતે આવેલી એસીબીની કચેરીમાં ફરિયાદ આપતા મદદનિશ નિયામક પી.જી.પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે.આર.ગામીતે સાધલી ગ્રામ પંચાયતમાં લાંચનું છટકું ગોઠવી તલાટી કમ મંત્રીને રૂપિયા 4 હજાર લાંચની રકમ સાથે ઝડપી પાડ્યો હતો. એસીબીએ તલાટી સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. તલાટી લાંચ લેતાં રંગેહાથ ઝડપાતાં લાંચીયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.