વડોદરા જેલમાં કુખ્યાત અજ્જુ કાણીયાની હત્યા, કેદીએ અજ્જુના ગળામાં ઘુસાડી દીધું પતરું અને...

  • October 28, 2020 02:21 AM 2360 views

વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે થયેલી મારામારીમાં કુખ્યાત અજ્જુ કાણીયાની હત્યા થઇ છે. કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયાને અન્ય કેદીઓ સાથે જેલમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ગરમાગરમી બાદ એક કેદીએ અજ્જુ કાણીયાને પતરુ ગળામાં મારી દેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને ગંભીર હાલતમાં સિવિલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. 


ઉલ્લેખનીય છે કે અજ્જુ કાણીયો વડોદરાનો કુખ્યાત ગુંડો હતો. તે ખંડણી, લૂંટ જેવા અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો. તે અગાઉ પોલીસના જાપ્તામાંથી ફરાર પણ થઈ ચુક્યો હતો. થોડા સમય પહેલા જ  ક્રાઈમ બ્રાંચે અજ્જુ કાણીયાની ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં બંધ હતો. હાલ આ મામલે રાવપુરા પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
 

 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application