ભારતમાં સૌથી વધુ લોકપ્રિય છે આ પાંચ સ્ટ્રીટ ફૂડ, વરસાદી માહોલમાં ઉઠાવો તેનો આનંદ 

  • September 14, 2021 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટ્રીટ ફૂડ કોઈપણ દેશની સંસ્કૃતિનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. દરેક દેશોમાં અલગ અલગ સ્ટ્રીટ ફૂડ પ્રચલિત હોય છે. સ્ટ્રીટ ફૂડનો શોખ સ્થાનિક લોકોથી લઈ પ્રવાસીઓ સુધી બધાને હોય છે. આપણા દેશમાં સ્ટ્રીટ ફૂડનું  વિવિધતા પૂર્ણ ભરેલું લિસ્ટ જોવા મળે છે. અમુક સ્ટ્રીટ ફૂડ એવું હોય જે તમને બધે જોવા મળે. ચાલો આજે જાણીયે ભારતના સૌથી લોકપ્રિય 5 સ્ટ્રીટ ફૂડ વિશે. 

 

1. વડા પાવ 

 

વડાપાવ વધારે પડતું મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, પરંતુ તે દેશના દરેક ખૂણામાં લોકપ્રિય બન્યું છે.  આમ તો વડાપાવ બારેમાસ ખવાય એવું સ્ટ્રીટ ફૂડ છે પરંતુ આની અસલી મજા ચોમાસામાં આવે છે. 

 

2. પકોડા 

 

પકોડા આપણા લોકોની પરંપરાગત ખાદ્ય વસ્તુ છે. તે દરેક શહેરની ગલીઓમાં સરળતાથી જોવા મળશે. જોકે દરેક ઋતુમાં પકોડાને પસંદ કરવામાં આવે છે, પરંતુ વરસાદમાં રસ્તાની બાજુની દુકાનમાં લીલા મરચાની ચટણી સાથે પકોડા ખાવાનો આનંદ એક અદભુત અનુભૂતિ હોય છે.

 

3. કચોરી, સમોસા 

 

જો કોઈ પણ વ્યક્તિ કચોરી અથવા સમોસાની મજા યોગ્ય રીતે માણવા માંગતો હોય, તો તેણે એક વખત સ્ટ્રીટ ફૂડ પર મળતા સમોસા અથવા કચોરી ખાવી જોયે. હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં આનો સ્વાદ સ્ટ્રીટ ફૂડ જેવો ભાગ્યે જ માણી શકાય.

 

4. ચાટ 

 

ચાટ સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે રસ્તાની પર ઉભી ચાટનો આનંદ માણ્યો ન હોય. હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં મળતી મોંઘી ચાટમાં તમને એ મજા નહીં આવે જે સ્ટ્રીટ ફૂડમાં આવે.

 

5. ભેલપુરી

 

ભેલપુરી સ્ટ્રીટ ફૂડમાં સૌથી લોકપ્રિય ખાદ્ય પદાર્થ છે. ભેલપુરીમાં જે મસાલા સાથે ડુંગળી, લીંબુ ઉમેરી જે સ્વાદ આવે એવો સ્વાદ કોઈ મોટી રેસ્ટોરન્ટમાં ભાગ્યેજ આવે.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS