રાજકોટમાં વેકિસનની ઘટ દૂર: ૫૦,૦૦૦ ડોઝનો જથ્થો ઉપલબ્ધ

  • May 06, 2021 03:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ગઈકાલે કોરોના સામેની કોવિશિલ્ડ વેકિસનનો જથ્થો ખલાસ થવાની તૈયારીમાં હતો પરંતુ ગતરાત્રે વધુ ૨૪૦૦૦ ડોઝનો જથ્થો મળી જતા આજની સ્થિતિએ ૫૦,૦૦૦ ડોઝ ઉપલબ્ધ છે. વેકિસનના જથ્થામાં વધઘટ થાય તો પણ સતત પુરતો પુરવઠો મળતો રહેશે આથી નાગરિકોએ ડરવાની જરૂર નથી કે વેકિસનેશનના પ્રોગ્રામમાં કોઈ વિક્ષેપ નથી.

 

 

વિશેષમાં આ અંગે સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૧૮થી ૪૪ વર્ષની વયના યુવાનો માટે ૨૫૦૦૦ ડોઝનો સ્ટોક ઉપલબ્ધ છે તેમજ ૪૫થી ૫૯ વર્ષની વય સુધીના નાગરિકો માટે પણ ૨૫૦૦૦ ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત જેમ જેમ જરૂર પડશે તેમ તેમ સતત વેકિસનનો જથ્થો મળતો રહેશે આથી વેકિસન લેવા માટે નાગરિકો ધસારો ન કરે તે પણ જરૂરી છે. દરેકને સમયસર વેકિસનેશન થઈ જશે. ૨૧ આરોગ્ય કેન્દ્રો ઉપરાંત ખાનગી હોસ્પિટલો સહિત ૩૮ કેન્દ્રો ખાતે વેકિસનેશનની સેવા ઉપલબ્ધ છે.

 

દરરોજ ૫૦૦૦ યુવાનોને વેકિસનેશન થઈ શકે તેવા લયાંક સાથે આરોગ્ય શાખા આગળ વધી રહી છે. વેકિસન ખાલી થઈ જશે તેવી ભીતિ નાગરિકો સેવે નહીં તેવી પણ તેમણે અપીલ કરી છે. આજે બપોરે ૧ વાગ્યા સુધીમાં ૬૬૮૨ નાગરિકોને કોરોના સામેની રસી આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

 


ડે.મેયર ડો.દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાનમાં શરૂ થયેલા ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટને પણ નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સેવાના પ્રારંભે પ્રથમ દિવસે ૧૫૭ નાગરિકો, બીજા દિવસે ૩૩૪, ત્રીજા દિવસે ૩૩૪ અને ચોથા દિવસે ૨૧૯ સહિત હાલ સુધીમાં કુલ ૧૦૪૪ નાગરિકોનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS