વેક્સિનના ઉત્પાદકોન રૂ.1.11 લાખ કરોડની કમાણી થશે: કોંગ્રેસનો આક્ષેપ

  • April 26, 2021 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની વેક્સિન માટેની નવી નીતિ ભેદભાવયુક્ત અને અસંવેદનશીલ હોવાનું જણાવી કોંગ્રેસે મોદી સરકાર પર વેક્સિનના ઉત્પાદકોને રૂ. 1.11 લાખ કરોડની કમાણી કરાવી આપવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના મહામંત્રી અને મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે દેશના ગરીબો અને યુવાનોને મફ્ત વેક્સિન પૂરી પાડવાની જવાબદારીમાંથી કેન્દ્ર સરકારે હાથ ખંખેરી લીધા છે. વેક્સિન પર નફો કરવાની બેશરમ પરવાનગી કઈ રીતે આપી શકાય? મહામારીના આ સમયમાં મોદી સરકાર વેક્સિન પર નફો કરવાની પરવાનગી આપીને સમસ્યાને વધુ જટિલ શા માટે બનાવી રહી છે? મોદી સરકારે આનો જવાબ આપવો જોઈએ, એમ તેમણે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

 


તેમણેે દાવો કર્યો હતો કે મોદી સરકારે વેક્સિન માટેની વિશ્વની સૌથી વધુ ભેદભાવયુક્ત અને અસંવેદનશીલ નીતિ અમલમાં મૂકી છે. વેક્સિન ઉત્પાદકોને નફો કરવાની પરવાનગી આપવા બદલ મોદી સરકાર દોષી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS