શહેરના સિનિયર સિટીઝન સેલિબ્રિટીઝને વેક્સિનેશન

  • March 01, 2021 05:22 AM 


મહાપાલિકાના માર્ગદર્શન હેઠળ આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી અને રજનીબેન જેઠાણી, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, ચંદ્રકાંત શેઠ, મુકેશ શેઠ, અલ્કાબેન અભયભાઈ ભારદ્વાજ, ગેલેક્ષી સિનેમા ગ્રુપના રશ્મિકાંત પટેલ અને રાજેન્દ્ર પટેલ, ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવ, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા સહિતના મહાનુભાવોને રસીકરણ

 

 

આજકાલ ગ્રુપના મોભી ધનરાજભાઈએ સજોડે વેક્સિન લીધી

આજકાલ ગ્રુપના મોભી અને જાણીતા ઉદ્યોગપતિ ધનરાજભાઈ જેઠાણી અને શ્રીમતી રજનીબેન જેઠાણીએ આજે કે.કે.વી.ચોક પાસે આવેલી મંગલમ હોસ્પિટલમાં જઈને કોરોના વેક્સિન મુકવી હતી. આ પ્રસંગે ધનરાજભાઈએ શહેરની જનતાને અને ખાસ કરીને સિનિયર સિટીઝનોને વેક્સિન અંગે જે ભય છે તે દૂર કરી અવશ્ય વેક્સિન લેવી જોઈએ તેવો સંદેશો પણ પાઠવ્યો હતો.ધનરાજભાઈ સાથે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે પણ વેક્સિન મુકાવી હતી.

 

 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં આજે મહાપાલિકાના માર્ગદર્શન હેઠળ શહેરની 24 સરકારી અને 14 ખાનગી હોસ્પિટલો એમ કુલ 38 હોસ્પિટલોમાં કોરોના સામેના રસીકરણના ત્રીજા તબકકાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં આજકાલના મોભી અને કોરોના વોરિયર કપલ ધનરાજભાઈ જેઠાણી અને રજનીબેન જેઠાણી, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, ચંદ્રકાંત શેઠ, મુકેશ શેઠ, અલ્કાબેન અભયભાઈ ભારદ્વાજ, ગેલેક્ષી સિનેમા ગ્રુપ્ના રશ્મિકાંત પટેલ અને રાજેન્દ્ર પટેલ, ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવ, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા સહિતના સિટી સેલિબ્રિટીઝને રસીકરણ કરવામાં આવ્યું હતું.

 


મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર વિગતો અનુસાર રસીકરણના ત્રીજા તબકકામાં પ્રથમ દિવસે અમિન માર્ગને લાગુ પંચવટી મેઈન રોડ પર આવેલી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ ખાતે સવારે 9 કલાકથી સિનિયર સિટીઝનોને અને 9-30 કલાકે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને રસીકરણ કરવામાં આવ્યું હતું તેમજ ચિત્રનગરી પરિવારના 30 લોકોને સવારે 11 કલાકે સદરબજારના આરોગ્ય કેન્દ્ર, રેડક્રોસ હોલ ખાતે રસીકરણ કરાયું હતું.

 


મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે જેમને રસીકરણ કરવામાં આવ્યું હતું તેમાં આજકાલ દૈનિક પરિવારના મોભી ધનરાજભાઈ જેઠાણી અને રજનીબેન જેઠાણી, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, બીએપીએસના સંતો, આર્ષ વિદ્યામંદિરના સંત સ્વામી પરમાત્માનંદજી, ચંદ્રકાંત શેઠ, મુકેશ શેઠ, અલ્કાબેન અભયભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર ગોવિંદભાઈ સોલંકી, પૂર્વ ડેપ્યુટી મેયર જશુમતીબેન વસાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બિપીનભાઈ અઢિયા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મનસુખલાલ પટેલ, નહે મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી કમલેશ જોશીપુરા, પૂર્વ કોર્પોરેટર મીનાબેન પારેખ, એડવોકેટ જયંત પંડયા, રાજકોટ નાગરિક સહકારી બેન્કના નિલેશભાઈ શાહ, ડો.નિલેશ શાહ, જોહર કાડર્સવાળા યુસુફભાઈ, ગેલેક્ષી સિનેમા ગ્રુપ્ના રશ્મિકાંત પટેલ અને રાજેન્દ્ર પટેલ, સરગમ કલબના સુકાની ગુણુલાલ ડેલાવાળા, રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, અનિલભાઈ પારેખ, પૂર્વ કોર્પોરેટર મુરલીભાઈ દવે, બિઝનેસમેન અરવિંદભાઈ લાખાણી, સામાજિક અગ્રણી મુકેશભાઈ દોશી વિગેરેએ વેક્સિન લીધી હતી.
સરકારી દવાખાનાઓમાં રસી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રસીની કિંમત ા.150 અને વહીવટી ખર્ચના 100 સહિત કુલ 250 પિયા વસુલવામાં આવી રહ્યા છે. રાજકોટમાં વિવિધ સરકારી આરોગ્ય કેન્દ્રો ઉપરાંત અનિશ હોસ્પિટલ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ક્રાઈસ્ટ હોસ્પિટલ, એચસીજી હોસ્પિટલ, જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ, ઓલમ્પસ હોસ્પિટલ, રાજકોટ કેન્સર સોસાયટી હોસ્પિટલ, સદ્ભાવના હોસ્પિટલ, સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ, યુનિકેર હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ અને લોટસ હોસ્પિટલ સહિતની ખાનગી હોસ્પિટલોમાં પણ આજથી કોરોના સામેનું રસીકરણ શ કરવામાં આવ્યું છે.

 


કોરોના સામેની રસીના ત્રીજા તબકકાની કામગીરી સુપેરે પાર પડે તે માટે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર બી.જી. પ્રજાપતિ, એ.આર. સિંહ, સી.કે. નંદાણી ઉપરાંત ચીફ હેલ્થ ઓફિસર લલિત વાંઝા, ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.પી.પી. રાઠોડ, ડો.મનિષ ચુનારા તેમજ વિવિધ આરોગ્ય કેન્દ્રના તબીબોએ વ્યવસ્થા જાળવી હતી. શહેરના તમામ ઝોન અને વોર્ડમાં સુવ્યવસ્થિત રીતે રસીકરણ થાય તે માટે તેમણે તકેદારી લીધી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS