45 કે તેથી વધુ વર્ષની વયના તંદુરસ્ત નાગરિકોને આજથી રસીકરણ

  • March 26, 2021 02:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ વધતા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાનો મહત્વપૂર્ણ નિર્ણય: 45 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો કોમોર્બિડ હોય કે ન હોય તમામને વેક્સિન અપાશે: આધારકાર્ડ સાથે લઈને કોઈપણ મ્યુનિ.આરોગ્ય કેન્દ્રએ જવાથી રજિસ્ટ્રેશન બાદ રસીકરણ કરી અપાશે

 

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ સતત વધવા લાગતા મહાપાલિકાની આરોગ્ય શાખાએ આજે એક મહત્વપૂર્ણ સૈધ્ધાંતિક નિર્ણયની જાહેરાત કરી હતી જેમાં હવે 45 વર્ષ કે તેથી વધુ વયના કોઈપણ તંદુરસ્ત નાગરિકને પણ કોરોના સામેની રસી આપવામાં આવશે. હાલ સુધી 45થી 59 વર્ષની વય સુધીના નાગરિકો જો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, અસ્થમા કે અન્ય ગંભીર પ્રકારના દર્દો ધરાવતા હોય તો જ તેમને રસીકરણ કરવામાં આવતું હતું પરંતુ આજે બપોરથી કોઈ પણ તંદુરસ્ત નાગરિકને પણ રસી આપવી તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, આધાર કાર્ડ સાથે લઈને આરોગ્ય કેન્દ્રએ આવવાનું રહેશે અને મહાપાલિકાના કોઈપણ આરોગ્ય કેન્દ્ર પર 45 વર્ષ કે તેથી વધુ વયના અને સંપૂર્ણ તંદુરસ્ત હોય તેવા નાગરિકોને પણ આજથી રસી આપવાનું શ કરવામાં આવ્યું છે. ફકત મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો જ નહીં પરંતુ સરકારી હોસ્પિટલ અને નિયત કરેલી ખાનગી હોસ્પિટલોમાં પણ રસી આપવામાં આવશે. જો કોઈ નાગરિકો કોરોના સામેની રસી મુકાવવા ઈચ્છતા હોય તો તેઓ હવે નિશ્ર્ચિતપણે મુકાવી શકશે.

 


મહાનગરપાલિકાના સૂત્રોએ ઉમેર્યું હતું કે, એક તરફ રસીનો સ્ટોક પણ ઉપલબ્ધ છે અને બીજીબાજુ જેમને રસી મળવાપાત્ર છે તેવા અનેક લોકો રસી મુકાવવા પણ આવ્યા ન હોય રસીનો સ્ટોક એકસપાયર થઈ જાય તે પહેલાં વધુને વધુ લોકોને રસીકરણ થઈ જાય તેવા અભિગમ સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

રાજકોટમાં મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો સહિત કયા 38 સ્થળે રસીકરણ
સદર બજાર આરોગ્ય કેન્દ્ર, જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર, રામનાથપરા આરોગ્ય કેન્દ્ર, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર, હડકો આરોગ્ય કેન્દ્ર, મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર, આઈએમએ આરોગ્ય કેન્દ્ર, કબિરવન આરોગ્ય કેન્દ્ર, ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર, કોઠારિયા આરોગ્ય કેન્દ્ર, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર, નંદનવન સોસાયટી આરોગ્ય કેન્દ્ર, મવડી આરોગ્ય કેન્દ્ર, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરીનું આરોગ્ય કેન્દ્ર, પીડીયુ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ સહિતના સ્થળોએ વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવે છે. તદ્ ઉપરાંત અન્ય 15 હોસ્પિટલોમાં પેમેન્ટ લઈને ડોઝ આપવામાં આવે છે જેમાં અનીશ હોસ્પિટલ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ક્રાઈસ્ટ હોસ્પિટલ, એચસીજી હોસ્પિટલ, જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ, લોટસ હોસ્પિટલ, એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ, ઓલમ્પસ હોસ્પિટલ, રાજકોટ કેન્સર સોસાયટી, સદ્ભાવના હોસ્પિટલ, સત્ય સાંઈ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, યુનિકેર હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ, એચ.જે. દોશી હોસ્પિટલ અને શાંતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો સમાવેશ થાય છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS