ચરેલીયામાં ૧૮+ વેક્સિનેશન કેમ્પમાં ૧૦૦ને અપાઈ રસી

  • June 19, 2021 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચરેલીયા ખાતે ૧૮+ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં ૧૦૦ ડોઝ આપવામાં આવ્યા હતા સ્લોટ ખુલ્લુંમુકવાના માત્ર ૧ કલાકમાં ફુલ થઈ ગયું હતું.ઉપલેટા તાલુકામાં ૬૦+ અને ૪૫+ ઉમરના લોકોમાં સૌ પ્રથમ ચરેલીયા ગામમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થયેલ હતી. ત્યારબાદ ૧૮+ વેક્સિનેશન કેમ્પનું આયોજન થયું તેમાં ૧૦૦ ડોઝ આપવામાં આવ્યા.


ચરેલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ડો.આશાબહેન ઠાકોર (કોમ્યુનિટી હેલ્થ ઓફિસ), જે.ટી.સુરેજાભાઈ, અશ્ર્વિનભાઈ મેતા, પૂર્ણાબેન મેતા, આશ વર્કર વનિતાબેન બગડા, તાલુકા ભાજપ અગ્રણી જયેન્દ્રસિંહ વાળા, સુરપાલસિંહ વાળા, ધર્મરાજસિંહ વાળા વગેરે લોકોએ સતત કાર્યશીલ રહી ગામના લોકોને જાગૃત કરી વધુમાં વધુ વેક્સિન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગામના આગેવાનો જયેન્દ્રસિંહ વાળા, સુરપાલસિંહ વાળા અને ધર્મરાજસિંહ વાળાએ ચરેલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની કાગીરીને આવકારી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS