રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં કાલથી વેક્સિનેશન કેમ્પ શરૂ

  • April 10, 2021 02:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા અને દરરોજ 10,000 લોકોની અવરજવર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજથી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી ખેડૂતો, વેપારીઓ, કમિશન એજન્ટો, કચેરીના સ્ટાફ અને મજૂરોને કોરોના સામેની કોવેક્સિન રસી આપવાનું શ કરાયું છે.

 


વિશેષમાં માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનકહદે પ્રસરી ગયું હોય તેમજ યાર્ડમાં પણ પોઝિટિવ કેસ મળવા લાગતા તાત્કાલિક અસરથી કાલથી વેક્સિનેશન કેમ્પ શ કરાશેે. માસ્ક વિના પ્રવેશ આપવાનું સદંતર બંધ કરી દેવાયું છે. વેક્સિન લેવા માટે આધારકાર્ડ સાથે રાખવું ફરજિયાત છે, આધારકાર્ડ નહીં હોય કે સાથે લાવ્યા નહીં હોય તેમને વેક્સિન આપવામાં આવશે નહીં.

 

યાર્ડમાં લોકડાઉન નહીં કરાય: બોર્ડ ઓફ ડિરેકટર્સ
રાજકોટના બેડી માર્કેટ યાર્ડ અને જૂના માર્કેટ યાર્ડમાં લોકડાઉન નહીં કરવા બોર્ડ ઓફ ડિરેકટર્સે નિર્ણય કયર્નિું ચેમરેન ડી.કે.સખિયાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, યાર્ડમાં અનાજ, કઠોળ, તેલિબિયા અને શાકભાજી જેવી જીવન જરિયાત ચીજવસ્તુઓનું ખરીદ-વેચાણ થતું હોય લોકડાઉન કરાશે નહીં તકેદારીના તમામ પગલાં લેવાશે.

 


મહાપાલિકા તંત્રએ દાદ નહીં આપતા જૂનું યાર્ડ રામભરોસે!
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા જૂના માર્કેટ યાર્ડમાં જયાં શાકભાજી વિભાગ કાર્યરત છે ત્યાં આગળ ટેસ્ટ કેમ્પ તેમજ વેક્સિનેશન કેમ્પ કરવા અંગે મહાપાલિકા તંત્રએ કોઈ જ દાદ નહીં આપી હોવાનું જાણવા મળે છે. મહાપાલિકા તંત્ર યાર્ડ પ્રત્યે ઉપેક્ષા સેવી રહ્યું હોય ત્યાંથી શહેરમાં આવતા શાકભાજીના ફેરિયાઓ હવે સુપર સ્પ્રેડર્સ ન બને તો જ નવાઈ રહેશે!


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS