રાજકોટમાં કાલથી માગો ત્યાં વેકિસન કેમ્પ: મેયર

  • June 22, 2021 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં આવતીકાલથી માગો ત્યાં વેકિસન કેમ્પ યોજવાની મહત્વપૂર્ણ જાહેરાત આજરોજ મેયર ડો.પ્રદીપ ડવ દ્રારા કરવામાં આવી હતી. કોરોનાની બીજી લહેર આવ્યા બાદ વેકિસન કેમ્પ બધં કરવામાં આવ્યા હતા. જો કે, હવે વેકિસન કેમ્પ યોજવા માટે મંજૂરી મળી જતાં મહાપાલિકા આવતીકાલથી ફરી વેકિસન કેમ્પ યોજવાનું શરૂ કરશે. ખાસ કરીને અગાઉ કેમ્પ માટે જેમની અરજીઓ આવી હતી તે પેન્ડિંગ અરજીઓને કેમ્પ માટે પ્રાધાન્ય અપાશે ત્યારબાદ હવે પછીથી જે અરજીઓ આવશે તેને અનુક્રમ અનુસાર ધ્યાને લેવાશે.

 


મેયર ડો.પ્રદીપ ડવે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ૭૦ ટકા નાગરિકોને વેકિસન અપાઈ ચૂકી છે. હવે ૩૦ ટકા નાગરિકો બાકી રહે છે તે ૩૦ ટકા નાગરિકો સુધી પહોંચવા માટે ઝોન વાઈઝ અને વોર્ડવાઈઝ જ નહીં પરંતુ જરૂર પડયે એરિયા વાઈઝ કેમ્પ પણ કરવાની તંત્રની તૈયારી છે. રાજકોટનો એક પણ નાગરિક વેકિસન લીધા વિના ન રહે તે માટેના તમામ પ્રયાસો કરાશે અને તે પ્રયાસોના ભાગરૂપે આવતીકાલથી ફરી વેકિસન કેમ્પ શરૂ કરવામાં આવનાર છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ઈન્ડિયન ઓઈલ કોર્પેારેશન અને દાઊદી વ્હોરા સમાજની વેકિસનેશન માટેની અરજીઓ પેન્ડિંગ છે તેનો પ્રાયોરિટીમાં નિકાલ કરી ત્યાં આગળ સૌપ્રથમ કેમ્પ યોજવામાં આવશે ત્યારબાદ તબકકાવાર જેમ જેમ અરજીઓ અને માગણીઓ આવતી જશે તેમ કેમ્પ યોજાતા રહેશે. કોઈપણ સોસાયટી, કોમ્પ્લેકસ, ટાઉનશિપ, એનજીઓ, કોલેજ, ટ્રસ્ટ કે કંપની તરફથી વેકિસન કેમ્પ માટેની માગણી આવશે તો કેમ્પ યોજવામાં આવશે પરંતુ કેમ્પમાં વેકિસન લેનાર વ્યકિતની સંખ્યા ઓછામાં ઓછી ૧૦૦ હોવી જરૂરી રહેશે. શહેરની વિવિધ બજારોના વેપારી એસોસિએશનો પણ આ માટે અરજી કરી શકે છે. યારે ફેકટરી માલિકો અને કારખાનેદારો તેમના કામદારો અને મજૂરો માટે અરજી કરી શકે છે.

 


દરમિયાન ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ અને આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડિયાએ જણાવ્યું હતું કે, હવે ૧૮ વર્ષથી ઉપરના તમામને પહેલો ડોઝ તથા પહેલો ડોઝ લીધાને ૮૪ દિવસ પૂર્ણ થયા હોય તેવા નાગરિકોને બીજો ડોઝ લેવાનો રહે છે. શહેરના તમામ ૨૧ મ્યુનિસિપલ આરોગ્ય કેન્દ્રો પર તેમજ સિવિલ હોસ્પિટલ, રેલવે હોસ્પિટલ, ઈએસઆઈએસ હોસ્પિટલ, માધાપર આરોગ્ય કેન્દ્ર (માધાપર તાલુકા શાળા), ચાણકય સ્કૂલ (ગીતગુર્જરી સોસાયટી, એરપોર્ટ રોડ), શિવશકિત સ્કૂલ (આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ) સહિતના સ્થળોએ વેકિસન આપવાની કામગીરી ચાલુ છે. આ તમામ સ્થળોએ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરી વેકિસન આપવામાં આવી રહી છે. તો વેકિસન લેવામાં બાકી હોય તેવા તમામ નાગરિકોને વેકિસન લઈ લેવા માટે અપીલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS