રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી 121 જગ્યા માટે 18184 ઉમેદવારો

  • December 27, 2023 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં અંતે લાંબા સમય બાદ ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ છે, જેમાં વિવિધ 121 જગ્યાઓ માટે 18184 અરજીઓ આવી છે. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરૂષની 117 જગ્યા માટે 17701 અરજીઓ આવી છે. આગામી તા.31 ડિસેમ્બરે ભરતી માટેની લેખિત પરીક્ષા લેવાનાર છે જે માટેના કોલ લેટર મહાપાલિકાની વેબ ઉપરથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકાશે.
વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે જુદા-જુદા સંવર્ગોની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ હતી જેમાં (1) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરૂષ (2) વેટરનરી ઓફિસર (3) કેમીસ્ટ અને (4) ક્લોરીન એટેન્ડન્ટ આમ કુલ ચાર સંવર્ગની લેખિત પરીક્ષા આગામી તા.31ના રોજ અમદાવાદ શહેરના 8, ગાંધીનગર શહેરના 4 તેમજ રાજકોટ શહેરનાં જુદા-જુદા કુલ-18 કેન્દ્રો ખાતે લેવામાં આવનાર છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરૂષની 117 જગ્યા માટે સૌથી વધુ 17701, વેટરનરી ઓફિસરની એક જગ્યા માટે 60, કેમીસ્ટની બે જગ્યા માટે 187 અને ક્લોરીન એટેન્ડન્ટની એક જગ્યા માટે 236 અરજીઓ આવી છે. આ તમામની લેખિત પરીક્ષા અંગેના કોલલેટર ડાઉનલોડ કરવા ઉમેદવારોને મોબાઈલ એસએમએસ તથા રાજકોટ મહાપાલિકાની વેબસાઇટ દ્વારા જાણ કરવામાં આવેલ છે. લેખિત પરીક્ષા અંગેના કોલ લેટર .ળિભ.લજ્ઞદ.શક્ષ ઉપરથી ડાઉનલોડ કરી શકશે. રાજકોટ મહાપાલિકા દ્વારા પરીક્ષા અન્વયે પરીક્ષા કેન્દ્ર દીઠ બે થી ત્રણ વિડીયોગ્રાફર તથા દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરાઇ છે તેમજ લેખિત પરીક્ષામાં રાજકોટ મહાપાલિકાનાં 172 જેટલા અધિકારી-કર્મચારીઓને કામગીરી સોંપાઇ છે પરીક્ષાના તમામ કેન્દ્રો સીસી ટીવી કેમેરાથી સજ્જ છે. પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્ર પર મોબાઇલ તથા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લાવવા અંગે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવેલ છે. તા.31-12-2023ની લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે મહેકમ શાખા દ્વારા જહેમત ઉઠાવાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application