World kidney Day : પથરીની સમસ્યામાં અસરકારક છે આ પીણા

  • March 11, 2021 02:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતમાં કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યા ઝડપથી વધી રહી છે. પથરી એવી સમસ્યા છે જેનો દુખાવો શરીરને બેહાલ કરી દે છે. પથરી કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. તેના માટે સારવાર સાથે જરૂરી એ પણ છે કે તમે આ સમસ્યા થતાં ડાયટમાં ફેરફાર પણ કરો. 

 

 

પથરીને બનતી અટકાવવા માટે પાણી રામબાણ ઈલાજ છે. રોજ 8થી 12 ગ્લાસ પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિક પદાર્થ યૂરીન દ્વારા બહાર નીકળી જાય છે અને બોડી હાઈડ્રેટેડ રહે છે. 

 

લીંબૂ પણ લાભકારી સાબિત થાય છે. લીંબૂમાં સિટ્રેટ હોય છે જે કેલ્શિયમ સ્ટોન બનવાથી અટકાવે છે. તેથી લીંબૂનું સેવન કરવું પણ પથરીનું જોખમ અટકાવે છે. 

 

તુલસીના સેવનથી પથરી  તોડવામાં મદદ મળે છે. તેનાથી દુખાવામાં પણ રાહત થાય છે. 

 

અજમાનો રસ પણ પોષક તત્વથી ભરપુર હોય છે. તેનાથી શરીરના ઝેરી તત્વો બહાર આવે છે. તેથી આ રસ પણ લાભકારી સાબિત થાય છે. 

 

દાડમનો રસ પીવાથી કિડનીની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. તેમાં ભરપુર માત્રામાં એંટીઓક્સિડેંટ હોય છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS