માઈગ્રેનના દુખાવાથી દુર્વા આપશે રાહત, જાણો કેવી રીતે કરવો તેને ઉપયોગ

  • March 19, 2021 06:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


આધાશીશી કે અન્ય શબ્દોમાં જેને માઈગ્રેન કહેવાય છે તેની પીડા ભયંકર હોય છે. તેમાં મોટાભાગના લોકોને માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. આ પીડા એટલી તીવ્ર હોય છે કે વ્યક્તિને સામાન્ય દૈનિક કામ કરવામાં પણ તકલીફ પડે છે.  આ સમસ્યા મોટાભાગે સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. તેનું કારણ હોર્મોનલ ફેરફારો વધારે હોય છે.

 

 

માઈગ્રેનનો દુખાવો બે કલાકથી લઈ દિવસો સુધી રહે છે. આ પીડા જેને થતી હોય તે દર્દીઓને પ્રકાશ અને અવાજથી પણ મુશ્કેલી થાય છે. દુખાવો ઘણીવાર એટલો થાય છે કે લોકોએ દવાઓનો આશરો લેવો પડે છે. પરંતુ તમે કદાચ એ વાતથી અજાણ હશો કે રસ્તા પર ઉગેલી જોવા મળતી દુર્વા આ સમસ્યાને દૂર કરવામાં ખૂબ મદદ કરે છે. 

 

કેવી રીતે દુર્વાનો કરવો ઉપયોગ

 

1.  મુઠ્ઠી જેટલી દુર્વા લેવી અને તેમાં થોડું પાણી ઉમેરી અને તેનો રસ કાઢી લેવો. આ રસમાં એક ચમચી મુલેઠી ઉમેરી અને બપોરના સમયે આ પીણું પીવં. એક મહિના સુધી આ પ્રયોગ કરવાથી દુખાવાથી રાહત મળશે. 

 

 

આ પ્રયોગ સિવાય તમે દરરોજ રાત્રે 8 કિસમિસ અને બદામને પાણીમાં પલાળી રાખી અને સવારે ખાલી પેટ ખાઈ લેવા જોઈએ. તેનાથી પણ આધાશીશીની સમસ્યા નિયંત્રણમાં રહે છે. 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS