૩ ચમચી દુધનો આ રીતે કરશો ઉપયોગ તો તમારા ચહેરાની સુંદરતાને લાગી જશે ચાર ચાંદ... 

  • March 12, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ચહેરાની સુંદરતા વધારવા માટે સામાન્ય રીતે આપણે સૌ બજારમાંથી જ મોંઘા પ્રોડક્ટની ખરીદી કરતા હોય છે જો કે આજના સમયમાં આ જરૂરી પણ છે ચહેરાની સુંદરતા માટે જરૂરી વસ્તુઓ ખરીદવામાં આવે તો તેના પર મસમોટી રકમ ખર્ચાઈ જાય છે જોકે ક્યારેક આવી વસ્તુઓ ની સાઇડ ઇફેક્ટ પણ સહન કરવી પડે છે. 

 

 

પરંતુ એક ઉપાય એવો પણ છે કે જેને અજમાવીને તમે આવી મોંઘી પ્રોડક્ટ્સ અને તેનાથી થતી સાઇડ ઇફેક્ટ અને હંમેશા માટે ગુડબાય કહી શકો છો. આ ઉપાય છે ૩ ચમચી દૂધ. જી હા તમે ત્રણ ચમચી દૂધ ની મદદથી ત્વચાનું કુદરતી સૌંદર્ય પ્રાપ્ત કરી શકો છો અને તેના ઉપયોગથી ત્વચા પર કોઈ આડઅસર થવાનો ભય પણ રહેતો નથી. 

 

 

દૂધનું ફેસ માસ્ક બનાવવા માટે એક વાટકીમાં ૩ ચમચી કાચું દૂધ લેવું. પાણીથી સાફ કરેલા ચહેરા અને ગરદન પર આ દૂધ રૂની મદદથી લગાવી દેવું દૂધને ચહેરા પર થોડીવાર સૂકાવા માટે દેવું જ્યારે પહેલી વખત લગાવેલું દૂધ સુકાઈ જાય ત્યારે બીજી વખત ફરીથી જરૂરી મદદથી ચહેરા પર દૂધ લગાવો આ રીતે એક પછી એક ત્રણ વખત ચહેરા પર દૂધ લગાવવું. દસ મિનિટ બાદ ચહેરાને સારી રીતે પાણીથી ધોઈ લો.

 

 

આ રીતે દૂધનો ઉપયોગ રોજ કરવાથી થોડા દિવસોમાં તમે અનુભવશો કે તમારી ચહેરાની ત્વચા મુલાયમ અને કોમળ થઇ ગઇ છે સાથે જ આ ઉપાયથી તમે એ જીણા લક્ષણોથી પણ બચી શકો છો. 

 

 

દૂધ થી થતા લાભ નું કારણ

દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે સ્કિનને રીપેર કરે છે સાથે જ દૂધ ડેડ સ્કિનને પણ દૂર કરે છે અને એ જિન્ના લક્ષણોને ઘટાડે છે આ સિવાય દૂધ વચન હાઈડ્રેટ કરે છે અને ડાઘને પણ દૂર કરે છે. જોકે આ બધા જ લાભ માટે જરૂરી એ છે કે તમે ત્વચા પર ઉગાડયા વિનાનું એટલે કે કાચું દૂધ લગાવો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS