2 કરોડ રસીના ઉત્પાદન માટે અમેરિકા ભારતને જલ્દી કાચો માલ આપશે, અમેરિકી પ્રમુખના વહીવટીતંત્રની જાહેરાત

  • May 29, 2021 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતને કોરોનાના સંકટ કાળ દરમિયાન દરેક રીતે મદદ કરવા માટે અમેરિકા ની તૈયારી દર્શાવી છે અને અમેરિકી પ્રમુખના વહીવટીતંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં જ ૨ કરોડ રસી ના ઉત્પાદન માટે કાચો માલ ભારત મોકલી દેવામાં આવશે.

 

કોરોનાવાયરસ સામે ભારત અને અમેરિકા સાથે મળીને સંઘર્ષ કરી રહ્યા છે અને ભારતને દરેક પ્રકારની સહાયતા માટે અમેરિકા ની તૈયારી દર્શાવી છે ત્યારે તેના ભાગરૂપે વધુ રસી ઉત્પાદન માટે અમેરિકા જરૂરિયાત મુજબનો તમામ કાચો માલ મોકલાવી દેશે અને આ માટે અમેરિકા દ્વારા સંબંધિત તંત્ર વાહકોને આદેશ પણ આપી દેવામાં આવ્યો છે.

 

વિદેશી મંત્રી જયશંકર અમેરિકા ગયા હતા અને ગઇકાલે પણ એમણે અમેરિકી વહીવટીતંત્ર સાથે નથી તેમજ અન્ય જરૂરી મુદ્દાઓ પર ચર્ચા મંત્રણા કરી હતી અને તેમને એવી ખાતરી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં જ રસથી માટેનો જરૂરી કાચોમાલ ભારતને મોકલી દેવામાં આવશે અને જરૂર પડ્યે દરેક સહાયતા અને વધુ કાચો માલ પણ પૂરો પાડવામાં આવશે.

 

અત્યારે ભારતમાં રસીકરણ ની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે ત્યારે અમેરિકા સંકટના સમયે ભારતની પડખે ઊભો થશે તેવી ખાતરી અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા આપવામાં આવી છે અને ગઇકાલે પણ જયશંકર ને ખાતરી આપવામાં આવી હતી કે દરેક સહાયતા ભારત અને મોકલવામાં આવશે અને તેમાં જરા પણ વિલંબ કરવામાં આવશે નહીં.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021