કોરોના સામેના જંગમાં ભારતની મદદે આવ્યું અમેરિકા, વેક્સીન માટે કાચો માલ આપશે

  • April 26, 2021 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સંકટમાં ભારતે જેવી અમારી મદદ કરી હતી તેવી અમે કરીશું: જો બાઇડેન

 



ભારત અને અમેરિકા બંને એવા દેશ છે જે કોરોનાના લીધે સૌથી વધુ પ્રભાવિત થયા છે પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ભારતને કોરોના રસી બનાવવા માટે જરૂરી કાચામાલની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધા બાદ ભારતને મોટો ઝાટકો લાગ્યો હતો. અમેરિકન રાષ્ટ્રપતિના આ નિર્ણયની ભારત સહિત બાકી જગ્યાઓ પર ખૂબ આલોચના થઇ. પરંતુ ભારતીય એનએસએ અજીત ડોભાલ અને અમેરિકન એનએસએ જેક સુલવિનની વાતચીત બાદ આ મામલો ઉકેલાતો દેખાયો. હવે અમેરિકા પોતાના પ્રતિબંધવાળા વલણથી પાછળ હટી ગયું અને દરેક પ્રકારનો સહયોગ કરવાની વાત કરી. પરંતુ આ બધાની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનનું એક મોટું નિવેદન આવ્યું છે.

 

 


અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેને નિવેદન આપ્યું કે તેઓ ભારતને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. મહામારીની શરૂઆતમાં જ્યારે અમારી હોસ્પિટલો પર ભારે દબાણ હતું એ સમયે ભારતે અમેરિકા માટે જે રીતે મદદ કરી હતી એવી જ રીતે ભારતની જરૂરિયાતના સમયમાં મદદ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

 

 


આ જ મુદ્દા પર અમેરિકન વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસનું પણ નિવેદન આવ્યું છે. એક ટ્વીટ કરતાં તેમણે કહ્યું કે અમેરિકન સરકાર કોવિડ-19ના પ્રકોપ્ના સમયે ભારતને વધુ સપોર્ટ અને સપ્લાય આપવા માટે જમીની સ્તર પર કામ કરી રહ્યા છે. અમે ભારતના લોકો માટે પ્રાર્થના કરીએ છીએ, ખાસ કરીને બહાદુર હેલ્થકેયર વર્કર્સ માટે.

 

 


આપ્ને જણાવી દઇએ કે અમેરિકન રાષ્ટ્રપતિથી મળેલા સમર્થન બાદ દેશમાં રસી બનાવાના કામમાં તેજી આવશે અને રાષ્ટ્રવ્યાપી વેકસીન પ્રોગ્રામને વધુ બળ મળશે. હાલમાં કેટલાંય રાજ્યોમાંથી રસીની શોર્ટેજ કહેવાય છે આ સિવાય દેશમાં કોવિડના કેસમાં પણ ખૂબ વધારો થઇ રહ્યો છે એવામાં રસી જ એક મોટો વિકલ્પ છે અને અમેરિકાના આ વલણથી ભારતમાં રસીના ઉત્પાદનનું કામ ઝડપી થતા રસીકરણને ગતિ મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS