નેહા કક્કડના લગ્નમાં ઉર્વશીએ પહેર્યો 55 લાખનો ડ્રેસ !

  • October 29, 2020 11:27 AM 332 views

નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહે રવિવારે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા અને આ લગ્નના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. નેહા અને તેના પરિવારના ઘણા નજીકના મિત્રો આ લગ્નમાં જોવા મળ્યા હતા. નેહાના લગ્નમાં બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ શામેલ હતી, જેની તસવીરો પણ વાયરલ થઈ છે. ઉર્વશીના લુકની સાથે તેના આઉટફીટ અને જ્વેલરીની કિંમત વધારે ચર્ચામાં છે. જાણવા મળ્યાનુસાર નેહાના લગ્નમાં ઉર્વશી રૌતેલા 55 લાખના કપડાં અને ઘરેણાં પહેર્યા હતા. 

આ વાત ઉર્વશીની સ્ટાઈલિશ સાંચી જુનેજાએ જાહેર કરી છે. નેહા કક્કરના લગ્નમાં ઉર્વશીએ રેણુ ટંડનને ડિઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો. જેમાં હાથથી બનાવેલું ઝરદોઝીનું કામ હતું અને તેમાં ડાયમંડ વર્ક છે. તમને જણાવી દઈએ કે ઉર્વશીના આ લહેંગા અને જ્વેલરીની કિંમત 55 લાખ છે.

જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા છેલ્લે કોમેડી-ડ્રામા ફિલ્મ 'વર્જિન ભાનુપ્રિયા' માં જોવા મળી હતી. આ ફિલ્મમાં ઉર્વશીની સાથે ગૌતમ ગુલાટી અને અર્ચના પૂરન સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. હાલમાં ઉર્વશી તેની આગામી તેલુગુ ફિલ્મ "બ્લેક રોઝ" ના શૂટિંગમાં વ્યસ્ત છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application