BREAKING NEWS

જામનગર જિલ્લાના ઢીંચડામાં હઝરત મુરાદશાહ પીર બુખારી વલીનો ઉર્ષ મુબારક

  • April 15, 2026 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  ↵

જામનગર જિલ્લાના ઢીંચડામાં હઝરત મુરાદશાહ પીર બુખારી વલીનો ઉર્ષ મુબારક


આવતીકાલે બપોરે ઉંટ રેસ તેમજ ઘોડા રેસ સહિત રાત્રે કવ્વાલીનો કાર્યક્રમ


જામનગર જિલ્લાના ઢીચડા ગામે આવેલા હઝરત મુરાદશાહ પીર બુખારી વલી (રહેમતુલ્લાહ અલૈહ)નો વાર્ષિક ઉર્સ મુબારક આગામી તા. ૧૫-૪-૨૦૨૪ થી ૧૭-૪-૨૦૨૪ દરમિયાન ધામધૂમથી ઉજવવામાં આવશે. આ ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.


કાર્યક્રમમાં તા.૧૫મી એપ્રિલે રાત્રે ૯:૦૦ કલાકે મજલિસ-એ-તકરીર યોજાશે. ૧૬મી એપ્રિલે બપોરે ૧૨:૦૦ કલાકે આમ ન્યાઝ અને રાત્રે ૧૦:૦૦ કલાકે શાનદાર કવાલીના જંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રખ્યાત કવાલ દિલશાદ ઇર્શાદ સાબરી સૂફી બ્રધર્સ અને જુનેદ સુલતાની વચ્ચે કલાત્મક મુકાબલો જામશે.

ઉર્ષના અંતિમ દિવસે ૧૭મી એપ્રિલે સવારે ૧૦:૦૦ કલાકે ચાદર શરીફ વિધિ યોજાશે અને બપોરે ૨:૩૦ કલાકે પરંપરાગત ઊંટ દોડ તથા ઘોડા દોડની હરીફાઈ યોજાશે. કોમી એકતાના પ્રતીક સમાન આ મેળામાં દરેક ધર્મના લોકોને ઉમટી પડવા માટે મુરાદશાહ પીર ગ્રુપ અને ઢીચડા ગ્રામજનો દ્વારા અનુરોધ કરવામાં આવ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application