એસટી બસ પોર્ટમાં પાણીના પરબ બાદ હવે યુરિનલ બંધ: મુસાફરો ત્રાહિમામ

  • March 03, 2021 08:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એસટી બસ પોર્ટમાં પીવાના પાણીના પરબ બાદ હવે યુરિનલ બંધ કરી દેવાતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. મેન્ટેનન્સના નામે ચાર-ચાર દિવસથી યુરિનલ બંધ કરી દેવાઈ હોય નાછૂટકે મુસાફરોને બસ પોર્ટ બહાર જવા ફરજ પડી રહી છે. ખાસ કરીને મહિલા મુસાફરો તેમજ નાના બાળકોને સાથે લઈ સહ પરિવાર મુસાફરી કરતા મુસાફરો તથા દિવ્યાંગ મુસાફરો, સિનિયર સિટીજન્સ વિગેરેની હાલત ભારે કફોડી થઈ રહી છે.

 

ફરિયાદ સાંભળનાર કોઈ રહ્યું ન હોય તેવી સ્થિતિ સર્જાય છે. વિશેષમાં એસટી બસ પોર્ટના સૂનિ જણાવ્યા મુજબ મુખ્ય યુરિનલ મેન્ટેનન્સના નામે બંધ કરાયું છે અન્યત્ર યુરિનલ છે પરંતુ પ્લેટફોર્મના એક છેડેથી બીજા છેડે આવેલ યુરિનલ સુધી મુસાફર પહોંચે ત્યાં બસ ઉપડી જવાની ભિતી રહે છે. રાજકોટ એસટી ડિવિઝનના સ્થાનિક અધિકારીઓ હવે તાકિદે આ અંગે જરી કાર્યવાહી હાથ ધરે તેવી પ્રબળ લોકમાગણી ઉઠવા પામી છે. બિલ્ડિંગનું મેન્ટેનન્સ ભલે ખાનગી એજન્સી હસ્તક હોય પરંતુ વિભાગીય નિયામક, ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર અને ડેપો મેનેજર જવાબદારીમાંથી હાથ ખંખેરી શકે નહીં. મુસાફરોને સુવિધા આપવાની જવાબદારી નિગમના સ્ટાફની જ છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS