ટેમ્પોમાંથી ઉતરવામાં બીજાની મદદ લેવી પડી
ઉર્ફી ફરી એકવાર તેના નવા ડ્રેસને લઈને ચર્ચામાં આવી છે. તેનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી તેના નવા આઉટફિટમાં જોવા મળી રહી છે.વારે તહેવારે તે પોતાના અવનવા નખરા લીધે ચર્ચામાં રહે છે. જેના લીધે તે ખુબ ટ્રોલ પણ થાય છે, તોય તેની પરવા કરતી નથી.
ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ હંમેશા પોતાની ફેશન સેન્સના કારણે હેડલાઇન્સમાં આવે છે. ઘણી વખત તેના વિચિત્ર ડ્રેસને કારણે તેને ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. 'બિગ બોસ'માં જોવા મળેલી ઉર્ફી ફરી એકવાર તેના નવા ડ્રેસને લઈને ચર્ચામાં આવી છે.
ક્યારેક ઉપર ફેન પહેરીને તો ક્યારેક સિલિકોન ડ્રેસ પહેરીને ઉર્ફી પેપરાઝીની સામે પોઝ આપતી જોવા મળતી ઉર્ફીને તેના વિચિત્ર ડ્રેસને કારણે ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. એવામાં ઉર્ફી ફરી એકવાર તેના નવા ડ્રેસને લઈને ચર્ચામાં આવી છે. તેનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી તેના નવા આઉટફિટમાં જોવા મળી રહી છે. ઉર્ફીનો ડ્રેસ બનાવવામાં 2-3 મહિનાનો સમય લાગ્યો હતો.
આ વખતે ઉર્ફી જાવેદનો ડ્રેસ કાપડનો બનેલો છે પરંતુ તેનું વજન 100 કિલો છે. અભિનેત્રીએ 100 કિલો વજનનો ડ્રેસ પહેરીને બધાને ચોંકાવી દીધા છે. આ હેવી ડ્રેસ પહેર્યા બાદ ઉર્ફીએ ટ્રકનો સહારો લેવો પડ્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો જોઈને લોકો એવું કહેતા જોવા મળે છે કે તેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલાવવામાં આવે. જો કે વિડિયોમાં પણ ઉર્ફી કહેતી જોવા મળે છે કે, 'મને કોઈ રેડ કાર્પેટ પર તો ઓળવતું નથી તો મેં જાતે જ રેડ કાર્પેટ ક્રિએટ કરી દીધું.' સાથે જ અભિનેત્રી એ એમ પણ જણાવ્યું કે આ આઉટફિટ બનાવવામાં 2-3 મહિનાનો સમય લાગ્યો છે અને 10-11 લોકોએ તેને સાથે મળીને બનાવ્યો છે.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજે લોકોને રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી તેવા લોકો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છેઃ જયેશ રાદડિયા
January 27, 2025 10:54 AMબીચ ફેસ્ટીવલમાં લોકકલાકારો રાજભા ગઢવી, અપેક્ષા પંડયાએ લોકોને ડોલાવ્ય
January 27, 2025 10:54 AMબાંગ્લાદેશને ઝટકો, અમેરિકા સહાય આપવાનું બંધ કરશે
January 27, 2025 10:48 AMઅમેરિકા સામે ફુંફાડો મારનાર કોલંબિયા પળવારમાં ઘુંટણીયે
January 27, 2025 10:42 AMઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક સંહિતા લાગુ થશે
January 27, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech