યુપીએસસીના પરીક્ષાર્થીઓએ તારીખ માટે 5 જૂન સુધી રાહ જોવી પડશે

  • May 21, 2020 10:40 AM 325 views

 


કોરોના વાયરસને કન્ટ્રોલ કરવા માટે લગાવવામાં આવેલ લોકડાઉન દરમિયાન યુપીએસસીએ 31મે પર યોજવાની હતી તે રદ કરવામાં આવી હતી. પરિક્ષાર્થીઓ ત્યારથી આગામી તારીખની જાહેરાત માટે રાહ જોઈ રહ્યા હતા.


યુપીએસસીએ જણાવ્યું છે કે આ વર્ષે સિવિલ સેવાનો પ્રારંભની જાહેરાત 5 જૂન થી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસ મહામારીના કારણે લોકડાઉન પ્રતિબંધોના ત્રીજા ચરણ બાદની સ્થિતીની સમીક્ષા કર્યા બાદ આયોગ દ્વારા બુધવારે એક વિશેષ બેઠક બોલાવી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે.


આ અગાઉ એવી ખબર મળી હતી કે પરીક્ષાની તારીખ 3 મે એ જાહેર કરવામાં આવશે પરંતુ પછીથી ખબર પડી હતી કે પરીક્ષા ની તારીખ 20 મે એ જાહેર કરવામાં આવશે પરંતુ હવે આયોગ દ્વારા સ્પષ્ટ રૂપે જણાવી દેવામાં આવ્યું છે કે પરીક્ષાની તારીખનું એલાન 5 જૂનના રોજ કરવામાં આવશે. આ માટે એ બાબત સ્પષ્ટ છે કે પરીક્ષાર્થીઓએ હજુ પણ લાંબો સમય માટે તારીખની રાહ જોવી પડશે.


સિવિલ સેવા પરીક્ષા 2019 માટેના ઈન્ટરવ્યૂ 17 ફેબ્રુઆરી 2020 શરૂ થવાના હતા પરંતુ કોરોના વાયરસ ને કારણે આયોગ દ્વારા આ નિર્ણય પણ પડતો મૂકવામાં આવ્યો છે, તેમ જ વર્ષ 2019માં યુપીએસસીની મુખ્ય પરીક્ષામાં કુલ 2304 ઉમેદવારો સફળ થયા હતા છે. હવે ઇન્ટરવ્યૂમાં ભાગ લઇ શકશે. હાલ ઉમેદવારો નવી તારીખની જાહેરાત થાય તે માટે રાહ જોઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application