રાજકોટમાં મવડી ચોકડી પાસે ગળાફાંસો ખાઇ ઉપલેટાની પટેલ યુવતીનો આપઘાત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મોવડી ચોકડી પાસે રૂમ ભાડે રાખી રહેતી અને નીટ ની પરીક્ષા ની તૈયારી કરતી ઉપલેટાની પટેલ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે બનાવને પગલે માલવિયાનગર પોલીસે દોડી જઇ આપઘાતનું કારણ જાણવા વિશેષ કાર્યવાહી હા ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉપલેટાના વર્ધમાન સોસાયટી માં રેતી અને હાલ રાજકોટમાં મવડી ચોકડી પાસે રૂમ ભાડે રાખીને રહેતી નેન્સી હરસુખભાઈ બેચરા નામની પટેલ યુવતીએ ગઈકાલે મોડીરાત્રીના પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા માલવિયાનગર પોલીસ મકના જમાદાર સૂર્યકાંત ભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્ળે દોડી ગઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વિશેષ કાર્યવાહી હા ધરી હતી.


પોલીસની પ્રામિક તપાસમાં મૃતક નેન્સી એક ભાઇ એક બહેનમાં નાની હોવાનું અને પિતા ખેતીકામ કરતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું પોલીસની વધુ પુછપરછ પણ નેન્સી એ બારમું પાસ કરી છેલ્લા કેટલાક સમયી રાજકોટ રૂમ ભાડે રાખી રહેતી અને નીટ ની પરીક્ષાની તૈયારી કરતી હોય અને પ્રાઇવેટ નોકરી પણ કરતી હોય બોરડી પાસે બહાર મહિલાઓ વાતો કરતી વાંચવામાં તકલીફ પડતા તાજેતરમાં જ રૂમ ફેરવ્યો હોવાનું જાણવા મળતાં પોલીસે વધુ કાર્યવાહી હા ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS