ઉપલેટા: કોગ્રેસના એક સભ્યની ગેરહાજરી ભાજપને તા.પં.ની સત્તા સુધી પહોંચાડી

  • March 18, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંચાયતની ચૂંટણીમાં ભારે ચડાઉ-ઉતાર વચ્ચે ગઈકાલે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના એક મહિલા સભ્ય ગેરહાજર રહી તાલુકા પંચાયતની બાગડોળ ભાજપને સોંપી દેતા કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો હતો. કોંગ્રેસના મહિલા સભ્ય ગેરહાજર રહી પિતાના ભાવી રાજકારણ ઉપર પ્રશ્ર્નાર્થ મુકી દેતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે.


તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી તાલુકાના સભાખંડમાં ચૂંટણી અધિકારી મિયાણી મામલતદાર ગોવિંદસિંહ મહાવદિયા, તાલુકા વિકાસ અધિકારી જી.સી. નાયકાની હાજરીમાં યોજાતા પંચાયતના ૧૮ સભ્યોમાંથી ૧૭ સભ્યો ગેરહાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના ડુમિયાણી બેઠક ઉપરથી ચૂંટાયેલા ગઢાળા ગામ પંચાયત સરપંચ નારણભાઈ આહિરની દીકરી અંજનાબેન ઉટડિયા ગેરહાજર રહ્યા હતા.


૧૭ સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપ તરફી પ્રમુખપદે ખાખીજાળિયા બેઠક ઉપરથી ચૂંટાયેલા વિનાદેભાઈ હાજાભાઈ ચંદ્રવાડિયાના નામની દરખાસ્ત રાકેશભાઈ વૈષ્ણવીએ મુકી હતી. જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી તલંગણાની બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા કડવીબેન રામશીભાઈ વામરોટિયાની દરખાસ્ત હર્ષાબેન ઝાલાવડિયાએ મુકી હતી. ચૂંટણી અધિકારીએ હાથ ઉંચો કરી મતદાન કરાવતા ભાજપના વિનોદભાઈ ચંદ્રવાડિયાને ૧૭માંથી નવ મળેલ હતા. જ્યારે કડવીબેન વામરોટિયાને આઠ મત મળતા પ્રમુખ તરીકે વિનોદભાઈ ચંદ્રવાડિયા ચૂંટાયેલા જાહેર થયા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપના ભીમભાઈ બાવનજીભાઈ ચાવડાની દરખાસ્ત વનરાજભાઈ સાવલિયાએ મુકી હતી. કોંગ્રેસમાંથી ચેતનાબા જયદેવભાઈ વાળાની દરખાસ્ત કડવીબેન વામરોટિયાએ મુકી હતી. મતદાન થતા ભાજપના ભીમભાઈને ૧૭માંથી નવ મળેલ જ્યારે કોંગ્રેસના ચેતનાબાને આઠ મળતા ભાજપના ભીમાભાઈ ચાવડા ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ ભાજપના ચૂંટાઈ આવતા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, પૂર્વ સંસદસભ્ય હરીભાઈ પટેલ, નગરપતિ મયુરભાઈ સુવા, પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિટા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ માકડિયા, મહામંત્રી પૃથ્વીસિંહ ચુડાસમા, યાર્ડના વાઈસ ચેરમેન રાજાભાઈ સુવા, જૂથ મંડળીના પ્રમુખ દીપકભાઈ સુવા, દિલીપભાઈ ચાવડા, હરિભાઈ ઠુંમર, રણુભા જાડેજા, બાબુભાઈ હુબલ, દિલીપસિંહ વાળા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા, નીતિનભાઈ અઘેરા, રાજુભાઈ કાઠડિયા, રવિભાઈ માકડિયા, જીજ્ઞેશભાઈ ડેર, વિક્રમસિંહ સોલંકી સહિત ભાજપના કાર્યકર્તાઓ ફૂલહાર કરી વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.વિજેતા બનેલ બન્ને હોદ્દેદારોનું ઢોલ-નગારા વગાડીને ફટાકડા ફોડી ભવ્ય વિજય સરઘસ બસ સ્ટેન્ડ ચોક સુધી નીકળેલ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS