ભર ઉનાળે આજથી બે દિવસ માવઠાની આગાહી

  • March 19, 2021 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં પણ આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા

 


ઉનાળાના આકરા તાપની વચ્ચે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે અને આવતીકાલે દાહોદ, મહીસાગર, નર્મદા, તાપી અને ડાંગમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં પણ આજે વાદળછાયુ વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

 


આ સિવાય મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં પણઆગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને લીધે ઉત્તર પાકિસ્તાન અને જમ્મુ-કશ્મીરના નજીકના વિસ્તારોમાં વાવાઝોડુ આકાર પામી રહ્યું છે. જેને લીધે જમ્મુ-કશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલપ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.

 


હવાના હળવા દબાણને કારણે મધ્ય ભારતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ આ ત્રણેય રાજ્યોમાં 30થી 40 કિલોમીટર ગતિએ પવન પણ ફુંકાઈ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS