કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી

  • March 18, 2021 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં કોડીનાર માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં ભાજપ નો ભગવો લેહરાયો હતો.ભાજપે કોડીનાર તાલુકા પંચાયત કબ્જે કરી હતી. કોડીનાર તાલુકા પંચાયત ની ૨૪ બેઠકો પૈકી ૧૫ માં ભાજપે વિજય મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. જ્યારે કોડીનાર તાલુકા પંચાયત ખાતે  તમામ વિજેતા સભ્યોની હાજરીમાં જિલ્લા પુરવઠા અધિકારી પરમાર ના અધ્યક્ષસ્થાને પ્રમુખ-ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી

અને આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ગીતાબેન પ્રતાપભાઈ ડોડીયા ના નામની દરખાસ્ત દિપુભાઈ નારણભાઇ બારડે કરી હતી તેમજ ઉપપ્રમુખ પદ માટે રંભુબેન દેવશીભાઈ વાજા ના નામની દરખાસ્ત જીતુભાઇ બચુભાઈ પરમારે એ કરી હતી. અન્ય કોઈ દાવેદારો એ ઉમેદવારીના નોંધાવતા ચૂંટણી અધિકારી પરમારએ પ્રમુખ પદે ગીતાબેન પ્રતાપભાઈ ડોડીયા અને ઉપ પ્રમુખપદે રંભુબેન દેવશીભાઈ વાજા ને બિનહરીફ જાહેર કર્યા હતા.આ તકે જિલ્લા પુરવઠા અધિકારી પરમાર, કોડીનાર તાલુકા પંચાયત ટી.ડી.ઓ. ઓડેદરા તેમજ પક્ષ નો મેન્ડેટ લઇને આવેલા ગીર સોમનાથ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા અને ભુપતભાઈ કોડીયાતર તેમજ કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઈ ડોડીયા તેમજ સહકારી સંસ્થા ના અગ્રણી ઓ સરપંચો સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS