અજર અમર સનાતન અનિષ્ટ અવિનાશી પરશુરામ ; આજે પરશુરામ જયંતિ છે, જાણો પરશુરામ વિશેની એવી વાતો જે કોઈએ નથી જાણી

  • May 14, 2021 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રહ્મા એટલે નિર્માણ-સર્જન શકિત, વિષ્ણુ એટલે પોષણ શકિત, મહેશ એટલે વિસર્જન પરીવર્તન શકિત, વિષ્ણુ શકિત તત્વને શાસ્ત્રકારોએ દશ સ્વરૂપે વ્યાપત હોવાનું નિરૂપણ કરેલું જેને વિષ્ણુ ના દશાવતારમાં  પરશુરામ પુજાય છે

 


દશાવતારમાં છઠ્ઠા અવતાર પરશુરામ સ્વરૂપે પ્રગટેલા છે. પરશુરામનો પ્રાગટય યોગ થયો તે સમયકાળમાં નક્ષત્રો, ગ્રહો, અને બ્રહ્માંડની તત્વ શકિતની ગતિઓ થંભી ગયેલી, કોઇની અસરો પૃથ્વી ઉપર રહી નહોતી. પૃથ્વીલોક ઉપર બધુ અક્ષય..કે જેનો ક્ષય ના થાય એવો યોગ નિર્માણ થયો હતો. એ દિવસ એટલે વૈશાખ મહિનાની શુકલ ત્રીજ. જેને આપણે અખાત્રીજ કે અક્ષયતૃતિયા તરીકે પણ ઓળખીએ છીએ.

 


ભગવાન પરશુરામ પ્રચંડ સંકલ્પ શકિત છે. કોઇપણ અપકર્મનો વધ કરનાર શકિત છે. ભગવાન શીવજીએ વરદાનથી અમોધ શસ્ત્ર પરશુ ધારણ કરનાર રામ એટલે પરશુરામ. ભગવાન પરશુરામે એકવીસ વખત પૃથ્વીને નક્ષત્રિય કર્યાનું શાસ્ત્રો ધર્મકથાઓ કહે છે. જેનું આ કળીયુગમાં તદન ખોટું અર્થઘટન કરવામાં આવે છે.  બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ એમ ચાર વર્ણમાં ક્ષત્રિય એક વર્ણ છે. પરશુરામે ક્ષત્રિય રાજા સહસ્ત્રબાહુ અર્જુન સાથે કામધેનું ગાય માટે યુધ્ધ કરીને તેના સમગ્ર ક્ષત્રિય વંશનો નાશ કર્યાનું કથાઓમાં કહેવામાં આવે છે પરંતુ વાસ્તવમાં પરશુરામે નક્ષત્રોની અસરોથી પૃથ્વી ઉપર પડતી અનિષ્ટ ઉર્જાઓને એકવીસ વખત નષ્ટ કરીને પૃથ્વી ઉપરના જીવમાત્રનું રક્ષણ કરેલું છે. તત્વજ્ઞાન અને કથાઓ વચ્ચે આ એક તફાવત છે કે કથાઓ પાત્રો સાથે રચાયેલી હોય છે. જ્યારે તત્વજ્ઞાન તત્વ સાથે જોડાયેલુ હોય છે.

 

પૃથ્વી સહિત સમગ્ર બ્રહ્માંડમાં નવ ગ્રહો અને સતાવીસ નક્ષત્રો તથા બાર રાશીઓનું ખગોળશાસ્ત્ર વિજ્ઞાન છે.  બ્રહ્માંડમાં પરીભ્રમણ કરતાં ગ્રહો, તારાઓના ચોકકસ ભાગો અને ચોકકસ ગતિઓ નકકી કરવામાં આવેલી છે. જેની ખગોળીય ગણતરીઓના આધારે ઋષિઓએ જયોતિષશાસ્ત્રોની રચનાઓ કરી છે. પૃથ્વી ઉપર ખગોળીય શકિતના ગ્રહો, નક્ષત્રો પરથી આવતી સૌર ઉર્જાઓના સુક્ષ્મ તરંગો અને તરંગોના અતિસુક્ષ્મ પરમાણુના રેણુઓથી ઉત્પન થતી ક્વોન્ટમ શકિતની અસરો જીવમાત્રના શરીર અને ભૌતિક ક્રિયાઓ ઉપર પ્રગાઢ અને સચોટ અસરો કરે છે. 

 


બ્રહ્માંડમાં મનુષ્ય જીવાત્મા સર્વોત્તમ આત્મા છે. આત્મ શકિત ને મન અને ચિતની ચૈત્સિક શકિત ગણવામાં આવે છે. દ્રઢ મનથી કરેલા સંકલ્પથી શરુ કરેલા કાર્ય ધારણા અનુસાર સફળ સિદ્ધ થાય છે.આથી જ ભગવાન પરશુરામને કાર્યસિદ્ધિ અને દ્રઢ મનોબળના સ્વામી માનવામાં આવે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS