વાંચો કોરોના વાયરસ અંગેની અજાણી પરંતુ ઉપયોગી માહિતી

  • April 03, 2020 11:25 AM 396 views

 

વિશ્વના કિડની નિષ્ણાંતો દ્વારા કોરોનાથી બચવા માટેની વિશ્વનીય માહિતી 7 આંતરરાષ્ટ્રીય સહિત 12 ભાષામાં વેબસાઈટના માધ્યમથી મુકવામાં આવી છે. “કોરોના વિશે જાણો, કોરોનાને હરાવો” જનજાગૃતિ દ્વારા  સાવચેતી અને કાળજીથી કોરોના સામે લડાઈ કિડની એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા શરુ કરવામાં આવી છે. જેમાં કેટલીક મહત્વની જાણકારી પણ શેર કરવામાં આવી છે. આ જાણકારી શું છે જાણો અહીં. 

 

- વાયરસ એ એક જીવાણું નથી પણ એક પ્રોટીનનો અણુ છે જેનું રક્ષાત્મક કવર ફેટ (ચરબી)નું બનેલ છે. આ વાયરસ આંખ, નાક અથવા મોઢામાં રહેલ કોષમાં દાખલ થાય કે તુરંત પોતાનું જનીન અથવા તો આનુવંશિક કોડ બદલી નાખે છે અને તે પોતાની જાતને વધારે મજબુત અને વધારે ઝડપથી ફેલાઈ શકે તેવું બનાવી દે છે.
- કારણ કે આ વાયરસ એ જીવંત નથી પરંતુ પ્રોટીનનો અણુ છે તે મરતો નથી પણ પોતાની મેળેજ નાશ પામે છે. આ વિઘટન (નાશ) થવાનો સમય ઉષ્ણતામાન, હવામાં રહેલ ભેજ અને ક્યાં પ્રકારના પદાર્થ પર પડ્યું છે તેના પર છે.
- આ વાયરસ ખુબ નાજુક અને નબળો છે. તેના રક્ષણ માટે પાતળું ચરબીનું કવર છે. તેથી સાબુ અથવા ડીટરજન્ટ તેનો સૌથી સારો ઉપાય છે. કારણ કે સાબુના ફીણ ચરબીને ઓગાળી નાખે છે તેથી તમારે હાથને ૨૦ સેકન્ડથી વધુ ઘસીને ખુબ ફીણ બનાવી અને ધોવાના છે. ચરબીનું સુરક્ષા કવચ દુર થવાથી પ્રોટીનનો અણુ વિખેરાય જાય છે અને નાશ પામે છે.
- ગરમી ચરબીને ઓગળી નાખે છે, તેથી ૨૫ ડીગ્રી સેલ્સિયસ વધારે ગરમ પાણીથી હાથ, કપડા અને બધું ધોવાનું રાખવું. આ ઉપરાંત ગરમ પાણી વધારે ફીણ બનાવે છે તેથી વધુ ઉપયોગી છે.
- આલ્કોહોલ અથવા કોઈ પણ મિશ્રણ જે ૬૫% થી વધારે આલ્કોહોલ ધરાવે છે તે વાયરસના બહારના ચરબીના પડને ઓગળી નાખે છે.
- કોઈપણ મિશ્રણ જેનો એક ભાગ બ્લીચ છે પાંચ ભાગ પાણી છે તે આ પ્રોટીનને અંદરથી જ તોડી નાખે છે.
- સાબુ, આલ્કોહોલ અને ક્લોરીન વાયરસના પ્રોટીનને ઓગળી નાખે છે.
- કોઈપણ એન્ટીબાયોટીક આ વાયરસની સારવારમાં કામ નથી કરતી કારણ કે વાયરસ બેક્ટેરિયાની માફક જીવંત નથી.
- વાયરસ ઠંડીમાં અથવા કૃત્રિમ ઠંડી જે ઘર કે કારના એરકંડિશનરમાં હોય છે ત્યાં સ્થાયી થઈ જાય છે. તેમને જીવીત રહેવા ભેજ તથા અંધારું જરૂરી છે. તેથી સુકું ગરમ અને સૂર્યપ્રકાશિત વાતાવરણમાં તેનો નાશ ઝડપથી થાય છે.
- અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જે કોઈ પણ કોરોના ધરાવતી વસ્તુ પર પડે તો વાયરસના પ્રોટીનને તોડી નાખે છે. તેથી માસ્ક પરના વાયરસ મારી નાખી ફરી ઉપયોગ કરવા માટે જ વાપરી શકાય. પરંતુ આ યુવી પ્રકાશ ચામડીના કોલેજન (જે એક પ્રોટીન છે) તેને તોડી નાખી ચામડીમાં કરચલી પાડે છે અને ચામડીનું કેન્સર પણ થાય છે.
- વાયરસ સ્વસ્થ ચામડીમાં દાખલ થઇ શકતું નથી.
- વિનેગર કોઈ કામનો નથી કારણકે ચરબીનું પડ તે તોડી ન શકે.
- દારૂ જેવા કે વોડકામાં સૌથી વધુ ૪૦% આલ્કોહોલ હોય છે જે કામ ન આવે. વાયરસને મારવા ૬૫% આલ્કોહોલ જોઈએ.
- ૬૦% કરતા વધુ આલ્કોહોલ ધરાવતું હેન્ડ સેનીટાઈઝર વાપરવું.
- જેટલી બંધીયાર જગ્યા એટલી વાયરસની વસ્તી વધારે.
- કુદરતી અને ખુલ્લી જગ્યા તથા હવાની અવરજવર ધરાવતી જગ્યામાં વાયરસની વસ્તી ઓછી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application