તા.1 ડિસેમ્બરથી શરૂ થતી સાયન્સ ફેકલ્ટીની પરીક્ષાઓ પાછી ઠેલવા યુનિવર્સિટીનો નિર્ણય

  • November 21, 2020 07:14 PM 792 views

આગામી તા.1 ડિસેમ્બરથી શરૂ થતી સાયન્સ ફેકલ્ટીની પરીક્ષા 1 સપ્તાહ પાછળ ઠેલવાનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધો છે. આજે કુલપતિ નિતિનભાઇ પેથાણીના અધ્યક્ષસ્થાને જુદી જુદી ફેકલ્ટીઓના ડીનની સંયુકત બેઠક મળી હતી તેમાં આ નિર્ણય લેવાયો છે.

સાયન્સ ફેકલ્ટીની પરીક્ષા એક અઠવાડયું પાછી ઠેલવામાં આવી છે પરંતુ તેની નવી તારીખ હવે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. અન્ય ફેકલ્ટીઓની પરીક્ષાના કાર્યક્રમમાં હાલની સ્થિતિએ કોઇ ફેરફાર કરાયો નથી પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જનરલ ઓપ્શન આપવાનું નકકી કરાયું છે.


આગામી તા.19 ડિસેમ્બરના રોજ વાર્ષિક પદવીદાન સમારોહ યોજાવાનો છે, આ કાર્યક્રમ ઓફલાઇન યોજવા માટે સરકારે મંજૂરી આપી છે પરંતુ આમ છતાં છેલ્લી ઘડીએ જે સ્થિતિ હશે તે મુજબ ફેરફાર કરવામાં આવશે. આગામી જાન્યુઆરી માસમાં નેકની ટીમ ઇન્સ્પેકશન માટે આવવાની છે તેની તૈયારની સમિક્ષા આજની બેઠકમાં કરવામાં આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application