યુનિવર્સિટી માટી કૌભાંડ : તપાસ સમિતિની બેઠકમાં ક્લાર્ક અને કોન્ટ્રાક્ટર જ ગેરહાજર

  • July 22, 2021 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી હાલ માટી કૌભાંડથી ખરડાઈ રહી છે. આ કૌભાંડને લઈને ગયા સપ્તાહે તપાસ સમિતિની પ્રથમ બેઠક યોજાઇ હતી. જે પછી આજે યોજાયેલી બેઠકમાં ક્લાર્ક કે જેમની મોટાભાગના બિલ પર સહી છે તે અને કોન્ટ્રાક્ટર ગેરહાજર રહ્યા હતા. આ સમગ્ર કૌભાંડની તપાસ માટે આ બંનેની ભૂમિકા મહત્વની હોય તેમની ગેરહાજરીને કારણે આજે પણ કોઈ નિર્ણય લઈ શકાયો નહોતો. તો જેની સામે માટી કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે તે રજીસ્ટ્રાર જતીન સોની હાલ રજા પર ઉતરી ગયા છે.

 

તપાસ સમિતિની બીજી બેઠકને લઈને આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શારીરિક શિક્ષણના 7થી8 કર્મચારીઓનો ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એન.એસ.યુ.આઈ કરવામાં આવેલી રજૂઆતને પણ ધ્યાને લેવામાં આવી હતી. જો કે આજની બેઠકમાં કેતન ત્રિવેદી બીમાર હોય ગેરહાજર રહ્યા હતા. મોટાભાગના બિલ પર તેમની સહી હોવાથી તપાસમાં તેમની પાસેથી વિશેષ માહિતી મળી શકે છે. તો કોન્ટ્રાક્ટર પણ ગેરહાજર રહ્યા હતા. માટી કૌભાંડની આ બંને મહત્વના હોય આજની બેઠકમાં કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. આગામી આઠ થી દસ દિવસ પછી ફરીથી તપાસ સમિતિની બેઠક યોજાશે. 

 

આધારભૂત સૂત્રોએ માટી કૌભાંડ અને આર્થિક ભ્રષ્ટાચાર નહીં પરંતુ બિલ્ડીંગ હોવાનું જણાવ્યું હતું. નેકની ટીમના આગમન દરમિયાન દોડાદોડીમાં આવું થયાનું જણાવ્યું હતું. મહત્વનું છે કે આ કૌભાંડ વકરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જતીન સોની હાલ રજા પર ઉતરી ગયા છે. તો અંદરખાનેથી નવા રજિસ્ટ્રારની પસંદગીને લઈને તખ્તો ઘડાતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS