મોરબીમાં વીમા કંપની દ્વારા ખેડૂતોને અન્યાય પ્રશ્ને અનોખો વિરોધ કાર્યક્રમ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે પાક્વીમાં માટે વીમા કંપનીઓ પણ ખેડૂતોને પરેશાન કરી તેનું શોષણ કરતી હોય જે મામલે ખેડૂત આગેવાન દ્વારા આજે અનોખી રીતે વિરોધ નોંધાવી ખેડૂતોને સાથે રાખીને જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.ખેડૂત આગેવાન જે કે પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોએ કોરોનાથી જાગૃતિ અંગે માસ્ક, હાથમોજા અને સલામત કપડા પહેરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો તેમજ કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે પાક્વીમાં કંપનીઓ વડાપ્રધાન પાક્વીમાં યોજનાની ગાઈડ લાઈનનું પાલન કરતી નથી અને ખોટો ઉપયોગ કરી ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતોએ ગ્રાહક અદાલત અને ગુજરાત હાઈકોર્ટમાં પણ વીમા કંપનીઓ સામે કેસ કરેલ છે ત્યારે ખેડૂતોને પાક્વીમાં કંપની તરફથી થતી ગેરરીતી મામલે ન્યાયિક ટ અપસ કરવા યોગ્ય તપાસ સમિતિ બનાવીને ખેડૂતોને સાથે રાખી તપાસ કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી છે તેમજ જો પંદર દિવસમાં કાર્યવાહી ના કરાય તો ખેડૂતોના સહકારથી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS