રાજકોટની સિલ્વર હાઇટ્સ સોસાયટી ની અનોખી પહેલ, ફલેટ ઓનર્સના પરિવાર માટે સોસાયટીના ક્લબ હાઉસમાં જ કોવીડ આઈસોલેશન સેન્ટર

  • April 26, 2021 09:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને સાથે જ હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટરમાં હાઉસફૂલની સ્થિતિ સર્જાઈ છે. તેવામાં રાજકોટ શહેરની સિલ્વર હાઈટ્સ સોસાયટીએ અનોખી પહેલ કરી છે. કોરોના મહામારી સામેની લડાઇમાં સિલ્વર હાઈટ્સ સોસાયટીના સભ્યોને મદદરૂપ થવા તથા આત્મનિર્ભર બનવા માટે સોસાયટીના જ નિષ્ણાંત ડોકટરોની મદદથી આજે એટલે કે ૨૬ એપ્રિલથી સિલ્વર હાઈટસ સોસાયટીમાં કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. 

 

 

સોસાયટીના બેન્ક્વેટ હોલમાં સિલ્વર હાઈટસના ફ્લેટ ઓનર્સના પરિવાર માટે કોવીડ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. સિલ્વર હાઈટ્સમાં રહેતા પરિવારના સભ્યોને કોરોના થાય તો તેઓ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. આ કોવિડ આઈસોલેશન સેન્ટરમાં સામાન્યથી માઇલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ દર્દી ને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો તેના માટે ટેમ્પરરી આઇસોલેશન સેન્ટરમાં વ્યવસ્થા છે પરંતુ હાલની ઓક્સીજનની અવેલિબિલિટીની મુશ્કેલીના કારણે આવા પેશન્ટને હૉસ્પિટલમાં જ ઍડમિટ કરવા વધુ હિતાવહ હોવાનું સોસાયટી દ્વારા જણાવાયું છે.


 

આ આઈસોલેશન સેન્ટર શરૂ કરવા તથા ચલાવવામાં સિલ્વર હાઈટ્સ સોસાયટીના ઘણા સભ્યો અને ખાસ કરીને તમામ ડોક્ટરો ખૂબ જ સહયોગ આપેલ છે. આ આઇસોલેશન સેન્ટરની વ્યવસ્થાનું મુખ્ય સંચાલન ડોક્ટર જોગાણી કરી રહ્યા છે. 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS