અંડરવર્લ્ડ ડોન છોટા રાજન કોરોના સંક્રમિત, એઈમ્સમાં સારવાર માટે દાખલ

  • April 27, 2021 06:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અંડરવર્લ્ડ ડોન છોટા રાજન કોરોના પોઝિટિવ છે. તેને સારવાર માટે દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે. તિહાડ જેલના અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. હાલ તેની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. 

 

 

છોટા રાજન વર્ષ 2015માં ઈંડોનેશિયાના બાલીમાંથી ઝડપાયો હતો. ત્યારબાદથી તે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. મુંબઈમાં તેના વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસ સીબીઆઈને સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યા છે અને તેના પર કેસ ચલાવવા વિશેષ કોર્ટનું ગઠન કરવામાં આવ્યું છે. 

 

 

તિહાડ જેલના સહાયક જેલરે જણાવ્યાનુસાર એક કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી છે પરંતુ રાજનને જજ સમક્ષ રજૂ કરી શકાય તેમ નથી. તે કોરોના સંક્રમિત છે અને તેને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે. 

 

 

જણાવી દઈએ કે તિહાડના કેદીઓમાં સંક્રમણનું પ્રમાણ પણ વધ્યું છે. દિલ્હીમાં રમખાણોનો આરોપી અને જેએનયૂનો પૂર્વ છાત્ર ઉમર ખાલિદ પણ કોરોના સંક્રમિત થયો હતો. તેની સારવાર જેલમાં જ ચાલી રહી છે. અહીંના હાઈ સિક્યોરિટી વોર્ડમાં બંધ બિહારના પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીન પણ કોરોના સંક્રમિત છે. તેને દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021